Gujarat

કોન્સ્ટેબલે 7 મિત્રો સાથે ઇંડાં ખાઈ ચાલતી પકડી, બિલ પે કરવાનું કહેતા 12 વર્ષના માસૂમને ઢોર મારમાર્યો

રાજકોટ: રાજકોટમાં (Rajkot) પોલીસ કોન્સ્ટેબલની (Police constable) દાદાગીરીનો (Dadagiri) એક મામલો સામે આવ્યો છે. રાજકોટનાં હેમુ ગઢવી હોલ પાસે ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch) એક પોલીસે તેના સાત મિત્રો (Friend) સાથે ઈંડાંની લારીએ નાસ્તો કર્યો અને જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે પોલીસે તેના સાત મિત્રો સાથે મળી એક સગીર કિશોરને ઢોર માર માર્યો. આ અગાઉ પણ રાજકોટમાં તોડ કરવા માટે પંકાયેલી ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ સહિતના સ્ટાફને સસ્પેનડ અને બદલીના ઓર્ડર અપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસના તોડપાણી સામે અનેકવાર કડક પગલાં લેવામાં આવ્યા હતા. છતાં પણ ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ ખાખીની ધમકી આપી દાદાગીરી કરતા જોવા મળે છે.

કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે નાસ્તો કરી પૈસા ચૂકવવા વગર ચાલતી પકડી લીધી
રવિવારે રાત્રે 12 વાગ્યે રાજકોટનાં હેમુ ગઢવી હોલ પાસે આવેલી ઈંડાંની લારીએ ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસમેને તેના મિત્રો સાથે નાસ્તો કર્યા હતો. લારી સંચાલક રજાક પીપરવાડિયાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખસ પાસે નાસ્તાના પૈસા માંગ્યા હતા. સંચાલક રજાકના જણાવ્યા પ્રમાણે આ આઠેય લોકો ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડી લીધી હતી. તેથી રજાકે તેમની પાસે નાસ્તાના પૈસાની માંગણી કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાએ દાદાગીરી કરી ખાખીનો રોફ જમાવ્યો હતો. આ સાથે જ તેની સાથે આવેલા તેના મિત્રો પણ બેફામ બની દાદાગીરી કરવા લાગ્યા હતા. આ તમામે લારી સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને માર માર્યો હતો.

લારી સંચાલકના પુત્રને માર માર્યો, લારીમાંથી ઈંડાં સહિતની વસ્તુ રોડ પર ફેંકી દીધી
ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલા સાથે તેના સાત મિત્રો ધોકા લઈ લારી સંચાલકના 12 વર્ષના પુત્ર પર તૂટી પડ્યા હતા. પુત્રને માર ખાતા જોઈ રજાક પીપરવાડિયા તેને બચાવવા દોડ્યો હતો. ત્યારે આ આઠેય શખસે રજાકને પણ માર્યો હતો. પોલીસની લુખ્ખી દાદાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ સહિત તેના સાત મિત્રોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળી હતી અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી.

Most Popular

To Top