Vadodara

વડોદરાની ફિનિક્સ સ્કૂલમાં આગ, 400થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ

વડોદરા શહેરમાં આવેલ સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ લાગતા ની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી પામી છે. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 4૦૦થી વધુ ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ ની કામગીરીમાં પોલીસના જવાનો પણ જોડાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.

આજે વહેલી સવારે ફિનિક્સ સ્કૂલ ના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફીનીકસ સ્કૂલમાં બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગવા લાગ્યા હતા. તે સાથે શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કૂલની બહાર દોડી આવ્યો હતો. દરમિયાન આ ઘટનાની જાણ જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફિનિક્સ સ્કૂલન પર દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

આજે વહેલી સવારે સ્કૂલમાં આગ ની બનેલી ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતાં હાફડા ફાફડા સ્કૂલ ઉપર દોડી ગયા હતા અને પોતાના બાળકોને સહી સલામત જોતાં જીવમાં જીવ આવ્યો હતો. તે ત્યાંના સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા હતા. સ્કૂલમાં આગ લાગતા જીઇબી ટીમ તેમજ પોલીસ પણ દોડી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા તમામ શાળાઓમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે. તેમ છતાં કેટલીક શાળાઓ બેદરકારી દાખવી છે. આવા કિસ્સામાં મોટી હોનારત ને આમંત્રણ મળી જાય છે. આગની ઘટના બને તો શાળામાં ઇમરજન્સી એક્ઝિટ પણ હોવું જરૂરી છે. આ સ્કુલમાં છે કે નહી તે એક પ્રશ્ન છે.

એમસીબીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા
આગના બનાવની જાણ થતાં સ્ટાફના 7 લાશ્કરો સાથે ગણતરીની મિનિટોમા પહોંચી ગયા હતાં. સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઈ ગયો હતો. ફાયરના લાશ્કરો ફાયર સેફ્ટી સાથે ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાંચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ ની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાની સિડીનો ઉપયોગ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, જરૂર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ, તેની જરૂર પડી ન હતી. વિદ્યાર્થીઓના રેસ્કયૂ સાથે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
હરદીપસિહ ગઢવી, સબ ફાયર ઓફિસર, મકરપુરા GIDC

Most Popular

To Top