Madhya Gujarat

આણંદમાં ઔષધિય પાકોની ખેતી વિષય પર ખેડૂતોને તાલીમ અપાઇ

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા ઔષધિય અને સુગંધિત પાકોની ખેતી વિષય પર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ઔષધિય પાકોને લગતા જુદા જુદા વિષયો જેવા કે ઔષધિય વનસ્પતિની ખેતી, સેન્દ્રિય ખેતી, રોગ જીવાત નિયંત્રણ, બજાર વ્યવસ્થા, સુગંધિત તેલ નિષ્કર્ષણ તથા વૈદ્યકિય ઉપયોગ જેવા વિષયો પર જ્ઞાનનું વિતરણ કર્યુ હતું. આણંદ કૃષિ યુનિવર્સીટીના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર દ્વારા ઔષધિય અને સુગંધિત પાકોની ખેતી વિષય પર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન પ્રસાર શિક્ષણ ભવન ખાતે કુલપતિ, ડો. કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

જેમાં ૩૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. કે.વી.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા, ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર, દ્વારા તાલીમના મુખ્ય હેતુઓ અને ઉપયોગીતા અને વિભાગની યોજનાકીય પ્રવૃતિઓ વિષે માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમ્યાન આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ઔષધિય પાકોને લગતા જુદા જુદા વિષયો જેવા કે ઔષધિય વનસ્પતિની ખેતી, સેન્દ્રિય ખેતી, રોગ જીવાત નિયંત્રણ, બજાર વ્યવસ્થા, સુગંધિત તેલ નિષ્કર્ષણ તથા વૈદ્યકિય ઉપયોગ જેવા વિષયો પર જ્ઞાનનું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમના અંતીમ દિવસે ખેડૂતોને રાષ્ટ્રીય કક્ષાના ઔષધિય વનસ્પતિ સંશોધન કેન્દ્ર, બોરીયાવી, ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રની નર્સરી, લેબોરેટરીની તેમજ ઔષધિય પાક મૂલ્યવર્ધન અર્થે એફબીટી એન્ડ બીઇ કોલેજની મુલાકાત કરાવવામાં આવી હતી. આ તાલીમમાં ભાગ લીધેલ ખેડૂતોએ તેમના પ્રતિભાવમાં જણાવેલ કે આ તાલીમ ઔષધિય પાકોની ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

Most Popular

To Top