નવજાત શિશુનો જન્મ થયાના છઠ્ઠા દિવસે છઠ્ઠી મૂકવાની વિધિ કરવામાં આવે છે તે સમયે બધી વસ્તુઓ સાથે” પેન, પેન્સિલ “મૂકવામાં આવે અને એટલે કહેવાય છે, છઠ્ઠીના લખ્યા લેખ લલાટે ન જાય, સુરતીઓમાં તો ખાસ કરીને ઝઘડો થાય ત્યારે એવા શબ્દો ઉચ્ચારે કે “તારી માનું છઠ્ઠીનું દૂધ પીધું હોય તો આવી જા, “માનું ધાવણ બે વર્ષ સુધી શ્રેષ્ઠ. આપણે અહીં વાત કરવી છે ત્રણ કલમની એક પહેલી કલમ ખેતી સાથે સંકળાયેલાને ખબર કે માનવીનું જીવન જો આ કલમની શોધ થઈ ન હોત તો જીવવું અશક્ય. ખાસ કરીને કેળની કલમ, જુદાં જુદાં બિયારણોમાંથી તૈયાર થતી કલમ, સવારના દૂધથી લઈને શાકભાજી જે જગતનો તાત ખેડૂત, પશુપાલક પૂરું પાડે તેનો આભાર માનવો પડે.
બીજી કલમ એટલે, શાળાથી લઇ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ અને ત્યાર બાદ ડોકટર, એન્જીનીયર, અધિકારી, ન્યાયાધીશ, લેખક, પત્રકાર, કવિ બનાવે, એટલે કહેવાય “pen is mighter than sword “.કલમ કોઈનું જીવન ઉજાગર તો કોઈકનું ધૂળધાની પણ કરી નાખે. એ કલમના ઉપયોગકર્તા પર આધાર રાખે. મોટા ભાગે તો ક્લમનો સાચો ઉપયોગ કરનારા, મદદરૂપ થાય તેવા વધુ જોવા મળે. ત્રીજી કલમ તે કાયદાની કલમ, આ કલમ માનવીને પૈસાથી લઇ તમામ ક્ષેત્રની કારકિર્દી ખતમ કરી નાખે. ખાસ કરીને કોઈ ગુનો કર્યો હોય તો પોલીસ તરફથી, ભારતીય પુરાવા અધિનિયમ, ફોજદારી, ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ તેમ જ અન્ય કાયદા હેઠળ વિવિધ કલમો લગાવી પોલીસ કસ્ટડી કે કોર્ટ મારફતે જેલની સજા પણ કરાવી શકે.
કાયદાની કલમ પહેલાં તો ભલભલા કાયદાના તજજ્ઞોને પણ ગોથાં ખવડાવી દે એ નગ્ન સત્ય છે. ન્યાયાધીશની કલમ, કોકનો સહારો બને તો કોકને બેસહારા પણ બનાવે. કોઈ પણ માનવી જીવનમાં જો અભિમાનમાં રાચતો હોય તો તે ભૂલભરેલું છે.ઉક્ત કલમો જ જીવન જીવવામાં અને કોકનું ભલું કરવા અગત્યનો ભાગ ભજવે છે. નિર્દોષને હેરાન કરવામાં કલમનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખવામાં આવે તો તો પછી….?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.