Gujarat

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા આજે દાદા-પાટીલ દિલ્હી જશે

ગાંધીનગર: એનડીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મું આવતીકાલે પોતાની ઉમેદવારી કરનાર છે ત્યારે તેમને સમર્થન આપવા માટે આવતીકાલે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે સવારે નવી દિલ્હી (New Delhi) સંસદભવન ખાતે જઈ રહ્યા છે. ગુજરાત વતી આ બન્ને મહાનુભાવો દ્વારા એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુને મળીને તેમને સમર્થન આપશે. દ્રોપદી મુર્મું આમ તો ઝારખંડના પૂર્વ રાજ્યપાલ ઉપરાંત એક મજબૂત આદિવાસી નેતા છે. ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપને આદિવાસી મતો અંકે કરવા દ્રોપદી મુર્મુની ઉમેદવારી ફળદાયી નીવડશે.

આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુને બહુમતી મતોથી જીતાડવા ગુજરાત ભાજપના ધારાસભ્યો તથા સાંસદોના વોટની પેટર્ન પર લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. એક પણ મત બાતલ ના થાય તેની તકેદારી રાખવા પણ ચર્ચા થવા પામી હતી.

Most Popular

To Top