ગાંધીનગર: રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું (Corona) સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 416 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 230 કોરોના દર્દી સાજા પણ થયા છે. રાજ્યમાં નવા કોરોના કેસની સંખ્યા વધવાની સાથે એક્ટિવ કેસ (Active Case) વધીને 1927 થયા છે. જેમાંથી ચાર દર્દી વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં ગુરૂવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં નવા 182 કેસ અને બીજા નંબરે સુરત મનપામાં 56 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા મનપામાં 40, સુરત ગ્રામ્યમાં 34 રાજકોટ મનપામાં 15, ભાવનગર મનપામાં 13, વલસાડમાં 12, ગાંધીનગર મનપામાં 11, ગાંધીનગર ગ્રામ્યમાં 8, જામનગર મનપામા 7, કચ્છમાં 7, ભરૂચમાં 5, મહેસાણા, નવસારી, વડોદરા ગ્રામ્યમાં ૩, અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, ભાવનગર ગ્રામ્ય, મોરબી, પાટણમાં 2, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાવા પામ્યો છે. રાજ્માં ગુરૂવાર વધુ 82,229 લોકોનું રસીકરણ કરાયું હતું. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 11,11,03,686 લોકોને રસી અપાઈ છે.
વલસાડ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : નવા 12 કેસ નોંધાયા, 44 એક્ટિવ
વલસાડ, નવસારી : વલસાડ જિલ્લામાં ગુરુવારે કોરોના વિસ્ફોટ થયો હોઈ તેમ એક સાથે કોરોનાના 12 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તેમાં અગાઉની જેમ ફરી વલસાડ તાલુકો કોરોના હોટ સ્પોટ બની રહ્યો હોઈ તેમ આજે સૌથી વધુ 6 કેસ વલસાડ તાલુકામા નોંધાયા છે. જ્યારે નવસારી જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા છે. વલસાડમાં મહિનાઓ બાદ પ્રથમવાર કોરોનાના કેસનો આંકડો ડબલ ડીઝીટ ઉપર પહોંચતા હવે જિલ્લા વહીવટી તંત્રએ ઓછામાં ઓછું માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવવાની આવશ્યકતા રહેલી છે. જિલ્લામાં 10 દિવસમાં 54 કેસ નોંધાય ચૂક્યા છે. જિલ્લામા અત્યાર સુધી કોરોનાના 12789 કેસ નોધાયા છે, જે પૈકી 12249 સાજા થયા છે, જ્યારે 44 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગુરુવારે વલસાડમાં અબ્રામાનો 32 વર્ષનો યુવાન, તિથલ રોડ રઘુવીર નગરની 20 વર્ષીય યુવતી, બિલેશ્વર દર્શન સોસાયટી તિથલ રોડનો 63 વર્ષનોો પુરુષ, મિશન કોલોનીની 40 વર્ષની મહિલા, તાલુકામાં પીઠા પરા ડિયાનો 46 વર્ષનો પુરુષ, બીનવડાની 55 વર્ષની મહિલા, ઉમરગામ તાલુકામાં દેવધામ ગાધીવાડીનો 46 વર્ષનો પુરુષ, આદર્શ નગર સોળસુંબાનો 58 વર્ષનો પુરુષ, ગોકુળધામ ગાધીવાડીની 27 વર્ષની મહિલા, પારડી તાલુકામાં સાગર રેસીડન્સીની 75 વર્ષની વૃદ્ધા, ખડકી મુકેશ ચાલનો 29 વર્ષનો પુરુષ અને કોટલવનો 25 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લામાં ગુરૂવારે 3 કેસ નોંધાયા છે. જેમાં જલાલપોરના એરૂ ગામે મોટા ફળિયામાં રહેતી યુવતી, જલાલપોર તાલુકાના પોંસરા ગામે સિલ્વર લીફ સોસાયટીમાં રહેતો તરૂણ અને નવસારીના છાપરા ગામે શક્તિ નગરમાં રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.