વડોદરા : વડોદરામાં એસ.એસ.જી હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ગણાતી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં એ સયાજીરાવની વડોદરા વાસીઓ માટે એક દેણ સમાન હોસ્પિટલ છે. એસ.એસ.જી હોસ્પિટલમાં આખા ગુજરાત માંથી દર્દીઓની ચોવીસ કલાક અવરજવર રહે છે. અનેક દર્દીઓ આ હોસ્પીટલમાં સારવાર લેવા માટે આવે છે. આ હોસ્પિટલમાં દરેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં આવી છે. તે છતાં પણ આ હોસ્પિટલમાં સમસ્યાઓ જ સમસ્યાઓ છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં રોડ રસ્તાનું રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં બે ગેટથી લઈને રોડ રસ્તા ને આરસીસી ના બનાવવમાં આવી રહ્યા છે. આ રોડ રસ્તા અધિકારીઓના અણઆવડત ના લીધે વાહનચાલકોને એમ્બ્યુલન્સના ડ્રાઈવરોને હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેવું ગુજરાતમિત્ર દ્વારા એક અહેવાલ બે દિવસ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને બુધવારના રોજ સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ રોડ પર બેરીકેડ મુકીને બંધ કરી દેવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા રોડ પર બેરીકેડ મૂકી રસ્તો બંધ કરાયો
By
Posted on