વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આવતી કાલે વડોદરા શહેરમાં સભા સબોધવાના છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન થી વડોદરા શહેર / જીલ્લા , આણંદ , ખેડા , પંચમહાલ, છોટાઉદેપુર ના જીલ્લાના લોકો માટે ગુજરાત ગોરવ અભિયાન અંતર્ગત તા .૧૮ જુન ૨૦૨૨ ના રોજ વડોદરા માં લેપ્રસી ગ્રાઉન્ડ, આજવારોડ ખાતે થનારા ભવ્ય કાર્યક્રમની થયેલ તેયારીની વિવિધ માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરના બધાજ મુખ્ય લોકોની બેઠક સર્કિટ હાઉસ ખાતે કરીને તેમજ ધાર્મિક સંસ્થાઓ , ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન NGO સાથે ચર્ચા કરીને શનિવારના રોજ બધા જ વેપાર – ધંધા બંધ રાખીને , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકમમાં ભાગ લેશે.
સમગ્ર વડોદરા શહેરમાં ૧૮ મીટરથી મોટા બધાજ રોડ ડિવાઈડર પર પોલ સાથેના ઝંડા અને વડોદરા શહેરના બધાજ નાના – મોટા સર્કલ પર મોદીના કટ આઉટ લગાડવામાં આવ્યા છે. વડોદરા શહેરના બધાજ કેબલ ઓપરેટરની સાથે બેઠક કરીને GTPL , DAN માં SCROLLING કરાવેલ છે. સોશિયલ મીડિયા પર કાર્યકર્તા ઓને લિંક આપીને FRAME તથા VIDEO મેસેજ બધાને મોકલ્યા છે. જેનાથી પેજ સમિતિના સભ્યોને ટેલીકોલીંગ થી ફોન કરવાના શરૂ કરેલ છે, તથા WHATSAPP થી મેસેજ શરૂ કરેલા છે અને બધા જ કાર્યકર્તાઓ માટે ૨,૦૦,૦૦૦ ( લાખ ) થી વધુ કેપની વ્યવસ્થા કરેલ છે અને નજીકના વોર્ડ નં : ૪,૫,૬ , અને ૧૫ માં કાર્યક્રમના સંદર્ભેના કાર્યાલયની શરૂ આત કરેલ છે.
વડોદરા શહેરમાં કોમર્શીયલ મોટા હોર્ડિંગ્સ અને UNIPOLE લગાવી દીધેલા છે. કાર્યકર્તાઓ માટે હોર્ડિંગ્સની ડીઝાઇન તૈયાર કરીને બધાને મોકલી આપેલ છે . છેલ્લા ત્રણ દિવસ માટે વડોદરાના મુખ્ય ૨૦ સ્થળો પર LED સ્ક્રીન મુકીને તેમાં કાર્યક્રમની વિગત બતાવવા નું આયોજન કરેલ છે. ૭૧ ફૂટના કટ આઉટ બનાવવાનું આયોજન કરેલ છે. સભાના સ્થળ ઉપર ૧૦:૦૦ વાગ્યા સુધી બધા જ કાર્યકર્તાઓ જઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરેલ છે . WIP માટેની પાર્કિંગ ની વ્યવસ્થા સાથે પાસ આપેલ છે , VIP માટેની પાર્કિંગની વ્યવસ્થા સાથે પાસ આપેલ છે . તથા વડોદરા મહાનગરના પાર્કિંગ મેટ કુલ ૧૫ સ્થળો પર વ્યવસ્થા કરેલ છે.જેમાં ૭૫૦ બસનું પાર્કિંગ થઇ શકે તેમ છે, ૧૦,૦૦૦ ફોર વ્હીલર અને ૮૦૦૦ ટુ વ્હીલરનું પાર્કિંગ થઇ તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.