વડોદર: વડોદરા શહેર નજીક આવેલ સિંધરોટ ગામ પાસે મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી ૧૫૦ એમએલડી પાણીની લાઈનમાં એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી દરમ્યાન ભંગાણ થતા રોડ ઉપર પાણીની રેલમછેલ જોવા મળી હતી. નોધનીય છે કે, ૧૭૬ કરોડ રૂપિયાના આ સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આવતી કાલે એટલે ૧૮ જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાના હતા જોકે આખું તંત્ર લેપ્રસી મેદાન પર વ્યસ્ત હોવાથી કામગીરી કરી લાઈન રિપેર કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૮ જુનના રોજ લોકાર્પણ થવાનું હતું. તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું આવતી કાલે તા. ૧૮ જુનના રોજ લેપ્રસી મેદાન ખાતેથી વડાપ્રધાન લોકાપર્ણ કરવાના છે. જોકે, લાઇન નું સમાર કામ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદ પડ્યો હોય તે રીતે રોડ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા અને આ રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે રૂપિયા ૧૭૬ કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની ૨૦૦ એમએમ લાઈનના એરવાલની એમ.જી.વી.સી.એલ. દ્વ્રારા કેબલ નાખવા માટે ડ્રીલીંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું. જે મોડી રાત સુધી રીપેર કરી લાઈન ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયામાં બે ટાઈમ પૂરતા પ્રેશરથી પાણી મળતું હતું
દેશના વડાપ્રધાન વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. અને તેઓ સિંધરોટ ખાતેના ઈન્ટેકવેલનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે સિંધરોટ ખાતેથી જે 150 એમએલડી પાણી મળવું જોઈએ તેની જગ્યાએ માત્ર 50 એમએલડી મળશે. પરંતુ આ કોન્ટ્રાક્ટરે જે ભ્રષ્ટાચાર કર્યો તેની સામે બોલવાની કોઇની હિંમત નથી. તેમજ આઠ થી નવ જગ્યાએ ફટાકડા ફોડીને ખુશી મનાવાશે. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી દક્ષિણ અને પૂર્વ વિસ્તારના નાગરિકોને જે પાણી નથી આપ્યું તો ગંદુ ઓછા પ્રેશરથી અને અનિયમિત આપ્યું તો શું આના માટે ફટાકડા ફોડીને ખુશી મનાવવાનો છો ?
જે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાનો હોય તેની સામે વાહવાહ કરવામાં આવે છે.જ્યારે કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયામાં બે ટાઈમ પૂરતા પ્રેશરથી પાણી મળતું હતું અને હવે એની જગ્યાએ આજે 1200 રૂપિયા પાણી ચાર્જ લેવામાં આવતો હતો અને એક જ ટાઈમ અને તે પણ ઓછા પ્રેશરથી અને ઘણી જગ્યાઓએ તો પાણીના કનેકશન ન હોવા છતાં પણ તેમની પાસેથી પાણીનો ચાર્જ લેવામાં આવે છે ખરેખર કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા જોઈએ. ફટાકડા ફોડવા કરતા નાગરિકોનો જે બંધારણીય હક અને કોર્પોરેશનની ફરજિયાત ફરજમાં આવે છે તે પાણી પુરતા પ્રેશરથી અને પૂરતો સમય આપો – ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ,કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા