દાહોદ: દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી એક ઈસમ પાસેથી માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦ અને ત્રણ કાર્ટિઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૪મી જુનના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના પાવડી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈસમ પસાર થતાં પોલીસે તેને રોકી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ કમલેશભાઈ બચુભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાતી, ગડી ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) જણાવ્યું હતું અને પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેચવા અથવા તબદીલ કરવા પોતે રાખેલ લોખંડની માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦, ત્રણ કાર્ટીઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યા હતો. આ સંબંધે પોલીસે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદના પાવડી ગામ પાસેથી બાઇકસવાર પાસેથી પિસ્ટલ અને ત્રણ કાર્ટિઝ મળ્યા
By
Posted on