વડોદરા : વડોદરા શહેરમાં ફક્ત ખાલી ફક્ત પહેલા વરસાદી ટીપા ટીપા ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થઇ ગયા હતા.વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાના ૧૦થી વધુ બનાવ બન્યા હતા. જેમાં કેટલાક અકસ્માતની ઘટના સ્થળ પર લોકોએ મોબાઇલમાં કેદ પણ કરી હતી. ચોમાસાની હજી માંડ હવે શરૂઆત થઇ છે અને વડોદરામાં હજુ વાદળછાયું વાતાવરણ છે. વડોદરા શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદીની ટીપે ટીપે વરસી રહ્યા છે, તેના કારણે રોડ ચિકાસ વાળા થય ગયા હતા જેથી અવર જવર થતાં ટુ-વ્હીલર ચાલકો પડવાની ઘટનાઓ સામે આવી હતી.
જેમાં વડોદરામાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ ન્યુ સમા અને અલકાપુરી રોડ પર બની હતી. બંને જગ્યાએ લગભગ ૧૫થી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાના બનાવ બનતા કેટલાકને સામાન્ય ઇજાઓ પણ પહોચી હતી. ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલો ઝરમર વરસાદ આવ્યો હતો. જેને કારણે આખું વર્ષ રોડ પર ઓઇલ સહિતની ચિકાસવાળા પદાર્થ ઢોળાયા હોય છે, જેથી પ્રથમ વરસાદમાં રોડ લપસણા બન્યા છે. જેથી ચોમાસાના શરૂઆતી દિવસોમાં વાહન ચાલકોએ વાહન જાળવીને ચલાવવું હિતાવહ છે.આમ પહેલાજ ઝરમર વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી સામે આવી હતી.