ઢોસો(ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે ને ખાવા મળે તો મોંમાં પાણી આવે! ઢોસા – ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ! પેટ છૂટી વાત કરું? ભણતો ત્યારે શિક્ષકના ‘સ્પાયસી’ ઢોસા તો ઘણા ખાધેલા. જેનો ‘ટેસ્ટ’ હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી! સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડાવી નાંખે. મસાલા – ઢોસાનું નામ પડતા જ મોંઢામાં ફુવારા છુટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ! સંભાર ચટણી ને મસાલો – ઢોસો એટલે સાળો – સાસુ ને વાઈફનું કોમ્બીનેશન! એમ થાય કે સંબંધના ‘સાળા’ ઉપરથી તો આ ખાધ પદાર્થનું નામ ‘મસાલા – ઢોસા’ના હોય? એટલા માટે કે અમુકના ઢોસા પણ સાળા જેટલા જ ‘સ્પાયસી’ને સાળા જેટલા જ ખડતલ પણ જોવા મળે.
ખાતા પહેલા હથોડો શોધવો પડે તો જ મસાલો – ઢોસો ભાંગે! દરેકના ઢોસાની સાઈઝ પણ અલગ. ટેસ્ટ પણ અલગ અને રંગે – રૂપે પણ ભિન્ન – ભિન્ન. અમુક તો એવી માયાવી સાઈઝના હોય કે આડા પડીને ખાવાના હોય એમ લંબોદર સાઈઝના આવે. ડીસ કરતા મસાલા – ઢોસા મોટા હોય. એવું ફીઈલ થાય કે મસાલા – ઢોસાની સાઈઝ જોઇને જ બચ્ચનભાઈએ જયા ભાદુરીનો હાથ ઝાલ્યો હોવો જોઈએ! આપણે ત્યાં મસાલા – ઢોસા બનાવનારને કોઈ એવોર્ડ આપવાનો કુરીવાજ નથી. બાકી માણસને બનાવી શકાય, મસાલો – ઢોસો બનાવવો અઘરો ખરો. લાર્જ સાઈઝના મસાલા ઢોસાનું પોલાણ પણ એવું કે પોલાણમાંથી વાલી – સુગ્રીવની ગુફા જોતાં હોય તેવું લાગે. મેં નજરે ય કરી તો ગુફા તો નહિ દેખાય પણ ગલ્લા ઉપર બેઠેલો મૂછાળો શેઠ દેખાયો. જંગી ને ટ્રીપલ એક્ષ્ટ્રા લાર્જ સાઈઝનો એવો ઢોસો બનાવે કે અંદર બેસીને ખાવું હોય તો પણ ખવાય. એક જ ઢોસો લંકેશના દશે દશ માથાને પહોંચી વળે ને ખાતાં પણ વધે એવો લાર્જ!
કોઈ પણ હોટલવાળા મેનુ સાથે ઢોસો ખાવાની રીત આપતા નથી કે હોટલની દિવાલ ઉપર પણ લખતા નથી. ઢોસો ખાવાની શરૂઆત કયા કોર્નરથી કરવાની એમાં 100 એ 33 જણા ગૂંચવાતા હશે. દેશની બેરોજગારી હલ કરવી હોય તો આ પણ એક ઉકેલ છે. મસાલા – ઢોસો ખાવાના તાલીમ કેન્દ્રો શરૂ કરી શકાય. ઘણા લોકોને મસાલા – ઢોસા ખાતાં જોઉં છું ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે દાદૂ! બિચારા લાકડા ફાડતા હોય એમ જ મસાલો – ઢોસો ફાડવાની મજૂરી કરતા લાગે. જેને જેમ ફાવ્યું એમ રફેદફે કરી નાંખે.
એમાં માણસના સ્ટેટસનો તો ભવાડો થાય ને ઢોસાનું ‘સ્ટેટસ’ પણ બગાડે. મરઘાં – કુતરાની માફક આખો મસાલો – ઢોસો વીંખી નાંખે. ઢાંકેલા સંસ્કાર છતાં થઇ જાય તે અલગ. સારું છે કે લગ્ન માટે કન્યા જોવા જઈએ ત્યારે એવું પ્રશ્નપત્ર કાઢતા નથી કે ‘મસાલા – ઢોસા તમને ભાવે ખરાં? અને ભાવતા હોય તો કેટલા પ્રકારના મસાલા – ઢોસા આવે તે જણાવો. તમારી પેઢીમાં કોઈએ મસાલો – ઢોસો, પાણીપુરી કે ચટણી – પુરી ખાધી છે ખરી? ગમે તે 2ના જવાબ આપો!’ સાસરું ગમે તેવું સદ્ધર હોય પણ ગામમાં જો મસાલા – ઢોસા ને પાણીપુરીવાળો ના હોય તો તમારે કન્યા ગુમાવવી પડે. ક્યાં તો ઉપર જણાવેલી વસ્તુની પહેલા રેંકડી કાઢવી પડે ને પછી જ પૈણવા જવું પડે. માત્ર શૈક્ષણિક લાયકાતથી કાંદો ભાંગે નહિ.
મારા શું ભોગ લાગ્યા કે એક દિવસ પોતાની વાઈફ સાથે શહેરની ખ્યાતનામ હોટલમાં મસાલા – ઢોસા ખાવા ગયો. ગયો તો ખરો પણ બોર્ડની પરીક્ષા આપવા આવ્યો હોય એવી મારી હાલત થઇ ગઈ. ઢોસો ખાતા આવડે કોને? ખાવાની વાતને રતનજી પરણે માત્ર ‘ઢોસા – દર્શન’ કરવા જ ગયેલો એમ કહું તો ચાલે. ‘લાર્જ સાઈઝ’નું વાળેલુ પરબીડિયું, 2 વાડકી ને 2 ચમચા જ્યારે વેઈટર મૂકી ગયો એ જોઇને પરસેવો છૂટી ગયો. કાંટાવાળી ચમચી જોઇને એમ લાગ્યું કે આનાથી માથું તો નહિ ઓળવાનું હોય? કાંટાવાળી ચમચી ડાબા હાથે પકડવાની કે જમણા હાથે એનો જવાબ ગુગલ પાસેથી પણ નહિ મળ્યો. વાઈફે સમજાવ્યું કે મસાલા – ઢોસાની સાથે આવતી આ બધી ઉપયોગી એસેસરી કહેવાય.
એક વાડકીમાં સંભાર છે ને બીજી વાડકીમાં ચટણી છે એવું સમજાવે તે પહેલાં તો સંભારને સૂપ સમજીને હું પી પણ ગયો. સંભાર વગર ઢોસો વિધુર થઇ ગયો હોય એમ ડોળા કાઢવા બેઠો. કાંટાવાળી ચમચીથી માથાનું ખરજવું ઘસવા તો ગયો વાઈફે ટેબલ નીચેથી ટાંટિયાનો ઘા કર્યો. ટેબલ ઉપર મુકેલા બધાના ઢોસા હલી ઉઠ્યા. મારો સંભાર તો સૂપ માનીને પી ગયેલો પણ વાઈફનો સંભાર ઉછળીને એની સાડીમાં સંતાય ગયો. પતિ એ જ પરમેશ્વર માનીને કે કેમ આ દુર્ઘટનાથી વાઈફ ખાસ ગરજી તો નહિ પણ બાજુના ટેબલ ઉપર બેઠેલી એક ખિસકોલી જેવી છોકરી આ જોઇને ‘ખીખીખીખી’ કરવા માંડી. પછી બોલી પણ ખરી કે ‘આ ડોસાને તો ઢોસા ખાતા પણ આવડતું નથી.’ એના કપાળમાં કાંદા ફોડું.
કસમથી કહું તો, ‘મસાલા – ઢોસા’ તો હમણાં – હમણાં બોલતો શીખ્યો. બાકી અત્યાર સુધી તો ‘સલામા – ઢોસા’ જ કહેતો. આ સલામો – ઢોસો (આઈ મીન) મસાલો ઢોસો પણ ક્યારેક મને માણસની માફક ભેદ ભરમ જેવો લાગ્યો. બહારથી લીસ્સો – લીસ્સો પણ ખોલો ત્યારે પેટમાંથી મસાલો નીકળે. એમાં અમારા શ્રીશ્રી ભગાનું પેટ તો મસાલો વધારે સ્વીકારે. મસાલા – ઢોસાનું નામ પડે ને એને ગુદગુદી થવા માંડે. એટલા ભાવે કે એક જ બેઠકે 10 – 15 મસાલા ઢોસા તો ચપટીમાં ઉલેળી નાંખે. મસાલા – ઢોસા ઉપર ભારે લગાવ હોવાને કારણે તો લગ્ન પણ મદ્રાસણ સાથે કરેલા. દાળ – ભાતવાળી કન્યા રીજેક્ટ કરેલી. મદ્રાસથી વાઈફ લાવ્યો તો ખરો પણ પ્રોબ્લેમ એ આવ્યો કે ભીંડાનું શાક બનાવે તો ‘ભીંડા – મસાલા – ઢોસા’ જેવું લાગે. પાસ્તા બનાવે તો ‘પાસ્તા – મસાલા – ઢોસા’ જેવા લાગે.
કોઈ પણ શાક બનાવો એમાં મસાલા – ઢોસાનો ટેસ્ટ આવે જ. આટલો અધમ સિતમ હોવા છતાં ક્યારેય બંને વચ્ચે ઝઘડા થયા નથી. કારણ કે બંદાને મદ્રાસી નહિ આવડે ને બંદીને ગુજરાતી. એકબીજાની ભાષા સમઝાય તો સખળ – ડખળ થાય ને? આજે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. ઢોસો જ ગુજરાતના ઘરજમાઈ જેવો બની ગયો. કોઈ પણ ગુજરાતીનું પેટ ઓપન કરો તો એમાંથી ઢગલેબંધ મસાલા – ઢોસા નીકળે. ગુજરાતીઓના પેટ વધવા પાછળ મસાલા – ઢોસાનો ફાળો કંઈ નાનો નથી. હાઈબ્રિડ બટાકા જેવું લોકોનું પેટ, અંદર ફાલે પણ ખરું ને અંદરથી ફૂલે પણ ખરું.
લાસ્ટ ધ બોલ મદ્રાસી કન્યા સાથે લગ્ન કર્યા પછી ભગાને એવી મોજ આવી કે વાઈફને એક દિવસ એણે ‘ડોબી’ કહી નાંખી. પેલી બહેનને ગુજરાતી ભાષાની સૂઝ નહિ. એટલે સામી તો નહિ થઇ કે ‘ડોબી કોને કહે’ પણ તેણીએ એની ભાષામાં ભગાને ખખડાવી પૂછ્યું તો ખરું કે, ‘અઈઅઈઓ. એન્ના ડોબ્બ્બી ઇટ્ટ કુલુમાં.’ મતલબ કે ડોબી એટલે શું? (આ મારી બનાવેલી મદ્રાસી ભાષા છે!) તેણીના તેવર જોઇને ભગાએ તરત ફેરવી તોળ્યું કે ‘ડોબી એટલે તું ખૂબ સુંદર છે.’ પેલી કહે, ‘એન્ના તું મહા ડોબ્બા!’ ભગાથી એટલું જ બોલાયું કે ‘તારા કપાળમાં કાંદા ફોડું.’ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઢોસો(ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે ને ખાવા મળે તો મોંમાં પાણી આવે! ઢોસા – ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ! પેટ છૂટી વાત કરું? ભણતો ત્યારે શિક્ષકના ‘સ્પાયસી’ ઢોસા તો ઘણા ખાધેલા. જેનો ‘ટેસ્ટ’ હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી! સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડાવી નાંખે. મસાલા – ઢોસાનું નામ પડતા જ મોંઢામાં ફુવારા છુટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ! સંભાર ચટણી ને મસાલો – ઢોસો એટલે સાળો – સાસુ ને વાઈફનું કોમ્બીનેશન! એમ થાય કે સંબંધના ‘સાળા’ ઉપરથી તો આ ખાધ પદાર્થનું નામ ‘મસાલા – ઢોસા’ના હોય? એટલા માટે કે અમુકના ઢોસા પણ સાળા જેટલા જ ‘સ્પાયસી’ને સાળા જેટલા જ ખડતલ પણ જોવા મળે.
ખાતા પહેલા હથોડો શોધવો પડે તો જ મસાલો – ઢોસો ભાંગે! દરેકના ઢોસાની સાઈઝ પણ અલગ. ટેસ્ટ પણ અલગ અને રંગે – રૂપે પણ ભિન્ન – ભિન્ન. અમુક તો એવી માયાવી સાઈઝના હોય કે આડા પડીને ખાવાના હોય એમ લંબોદર સાઈઝના આવે. ડીસ કરતા મસાલા – ઢોસા મોટા હોય. એવું ફીઈલ થાય કે મસાલા – ઢોસાની સાઈઝ જોઇને જ બચ્ચનભાઈએ જયા ભાદુરીનો હાથ ઝાલ્યો હોવો જોઈએ! આપણે ત્યાં મસાલા – ઢોસા બનાવનારને કોઈ એવોર્ડ આપવાનો કુરીવાજ નથી. બાકી માણસને બનાવી શકાય, મસાલો – ઢોસો બનાવવો અઘરો ખરો. લાર્જ સાઈઝના મસાલા ઢોસાનું પોલાણ પણ એવું કે પોલાણમાંથી વાલી – સુગ્રીવની ગુફા જોતાં હોય તેવું લાગે. મેં નજરે ય કરી તો ગુફા તો નહિ દેખાય પણ ગલ્લા ઉપર બેઠેલો મૂછાળો શેઠ દેખાયો. જંગી ને ટ્રીપલ એક્ષ્ટ્રા લાર્જ સાઈઝનો એવો ઢોસો બનાવે કે અંદર બેસીને ખાવું હોય તો પણ ખવાય. એક જ ઢોસો લંકેશના દશે દશ માથાને પહોંચી વળે ને ખાતાં પણ વધે એવો લાર્જ!
કોઈ પણ હોટલવાળા મેનુ સાથે ઢોસો ખાવાની રીત આપતા નથી કે હોટલની દિવાલ ઉપર પણ લખતા નથી. ઢોસો ખાવાની શરૂઆત કયા કોર્નરથી કરવાની એમાં 100 એ 33 જણા ગૂંચવાતા હશે. દેશની બેરોજગારી હલ કરવી હોય તો આ પણ એક ઉકેલ છે. મસાલા – ઢોસો ખાવાના તાલીમ કેન્દ્રો શરૂ કરી શકાય. ઘણા લોકોને મસાલા – ઢોસા ખાતાં જોઉં છું ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે દાદૂ! બિચારા લાકડા ફાડતા હોય એમ જ મસાલો – ઢોસો ફાડવાની મજૂરી કરતા લાગે. જેને જેમ ફાવ્યું એમ રફેદફે કરી નાંખે.
એમાં માણસના સ્ટેટસનો તો ભવાડો થાય ને ઢોસાનું ‘સ્ટેટસ’ પણ બગાડે. મરઘાં – કુતરાની માફક આખો મસાલો – ઢોસો વીંખી નાંખે. ઢાંકેલા સંસ્કાર છતાં થઇ જાય તે અલગ. સારું છે કે લગ્ન માટે કન્યા જોવા જઈએ ત્યારે એવું પ્રશ્નપત્ર કાઢતા નથી કે ‘મસાલા – ઢોસા તમને ભાવે ખરાં? અને ભાવતા હોય તો કેટલા પ્રકારના મસાલા – ઢોસા આવે તે જણાવો. તમારી પેઢીમાં કોઈએ મસાલો – ઢોસો, પાણીપુરી કે ચટણી – પુરી ખાધી છે ખરી? ગમે તે 2ના જવાબ આપો!’ સાસરું ગમે તેવું સદ્ધર હોય પણ ગામમાં જો મસાલા – ઢોસા ને પાણીપુરીવાળો ના હોય તો તમારે કન્યા ગુમાવવી પડે. ક્યાં તો ઉપર જણાવેલી વસ્તુની પહેલા રેંકડી કાઢવી પડે ને પછી જ પૈણવા જવું પડે. માત્ર શૈક્ષણિક લાયકાતથી કાંદો ભાંગે નહિ.
મારા શું ભોગ લાગ્યા કે એક દિવસ પોતાની વાઈફ સાથે શહેરની ખ્યાતનામ હોટલમાં મસાલા – ઢોસા ખાવા ગયો. ગયો તો ખરો પણ બોર્ડની પરીક્ષા આપવા આવ્યો હોય એવી મારી હાલત થઇ ગઈ. ઢોસો ખાતા આવડે કોને? ખાવાની વાતને રતનજી પરણે માત્ર ‘ઢોસા – દર્શન’ કરવા જ ગયેલો એમ કહું તો ચાલે. ‘લાર્જ સાઈઝ’નું વાળેલુ પરબીડિયું, 2 વાડકી ને 2 ચમચા જ્યારે વેઈટર મૂકી ગયો એ જોઇને પરસેવો છૂટી ગયો. કાંટાવાળી ચમચી જોઇને એમ લાગ્યું કે આનાથી માથું તો નહિ ઓળવાનું હોય? કાંટાવાળી ચમચી ડાબા હાથે પકડવાની કે જમણા હાથે એનો જવાબ ગુગલ પાસેથી પણ નહિ મળ્યો. વાઈફે સમજાવ્યું કે મસાલા – ઢોસાની સાથે આવતી આ બધી ઉપયોગી એસેસરી કહેવાય.
એક વાડકીમાં સંભાર છે ને બીજી વાડકીમાં ચટણી છે એવું સમજાવે તે પહેલાં તો સંભારને સૂપ સમજીને હું પી પણ ગયો. સંભાર વગર ઢોસો વિધુર થઇ ગયો હોય એમ ડોળા કાઢવા બેઠો. કાંટાવાળી ચમચીથી માથાનું ખરજવું ઘસવા તો ગયો વાઈફે ટેબલ નીચેથી ટાંટિયાનો ઘા કર્યો. ટેબલ ઉપર મુકેલા બધાના ઢોસા હલી ઉઠ્યા. મારો સંભાર તો સૂપ માનીને પી ગયેલો પણ વાઈફનો સંભાર ઉછળીને એની સાડીમાં સંતાય ગયો. પતિ એ જ પરમેશ્વર માનીને કે કેમ આ દુર્ઘટનાથી વાઈફ ખાસ ગરજી તો નહિ પણ બાજુના ટેબલ ઉપર બેઠેલી એક ખિસકોલી જેવી છોકરી આ જોઇને ‘ખીખીખીખી’ કરવા માંડી. પછી બોલી પણ ખરી કે ‘આ ડોસાને તો ઢોસા ખાતા પણ આવડતું નથી.’ એના કપાળમાં કાંદા ફોડું.
કસમથી કહું તો, ‘મસાલા – ઢોસા’ તો હમણાં – હમણાં બોલતો શીખ્યો. બાકી અત્યાર સુધી તો ‘સલામા – ઢોસા’ જ કહેતો. આ સલામો – ઢોસો (આઈ મીન) મસાલો ઢોસો પણ ક્યારેક મને માણસની માફક ભેદ ભરમ જેવો લાગ્યો. બહારથી લીસ્સો – લીસ્સો પણ ખોલો ત્યારે પેટમાંથી મસાલો નીકળે. એમાં અમારા શ્રીશ્રી ભગાનું પેટ તો મસાલો વધારે સ્વીકારે. મસાલા – ઢોસાનું નામ પડે ને એને ગુદગુદી થવા માંડે. એટલા ભાવે કે એક જ બેઠકે 10 – 15 મસાલા ઢોસા તો ચપટીમાં ઉલેળી નાંખે. મસાલા – ઢોસા ઉપર ભારે લગાવ હોવાને કારણે તો લગ્ન પણ મદ્રાસણ સાથે કરેલા. દાળ – ભાતવાળી કન્યા રીજેક્ટ કરેલી. મદ્રાસથી વાઈફ લાવ્યો તો ખરો પણ પ્રોબ્લેમ એ આવ્યો કે ભીંડાનું શાક બનાવે તો ‘ભીંડા – મસાલા – ઢોસા’ જેવું લાગે. પાસ્તા બનાવે તો ‘પાસ્તા – મસાલા – ઢોસા’ જેવા લાગે.
કોઈ પણ શાક બનાવો એમાં મસાલા – ઢોસાનો ટેસ્ટ આવે જ. આટલો અધમ સિતમ હોવા છતાં ક્યારેય બંને વચ્ચે ઝઘડા થયા નથી. કારણ કે બંદાને મદ્રાસી નહિ આવડે ને બંદીને ગુજરાતી. એકબીજાની ભાષા સમઝાય તો સખળ – ડખળ થાય ને? આજે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. ઢોસો જ ગુજરાતના ઘરજમાઈ જેવો બની ગયો. કોઈ પણ ગુજરાતીનું પેટ ઓપન કરો તો એમાંથી ઢગલેબંધ મસાલા – ઢોસા નીકળે. ગુજરાતીઓના પેટ વધવા પાછળ મસાલા – ઢોસાનો ફાળો કંઈ નાનો નથી. હાઈબ્રિડ બટાકા જેવું લોકોનું પેટ, અંદર ફાલે પણ ખરું ને અંદરથી ફૂલે પણ ખરું.
લાસ્ટ ધ બોલ
મદ્રાસી કન્યા સાથે લગ્ન કર્યા પછી ભગાને એવી મોજ આવી કે વાઈફને એક દિવસ એણે ‘ડોબી’ કહી નાંખી. પેલી બહેનને ગુજરાતી ભાષાની સૂઝ નહિ. એટલે સામી તો નહિ થઇ કે ‘ડોબી કોને કહે’ પણ તેણીએ એની ભાષામાં ભગાને ખખડાવી પૂછ્યું તો ખરું કે,
‘અઈઅઈઓ. એન્ના ડોબ્બ્બી ઇટ્ટ કુલુમાં.’ મતલબ કે ડોબી એટલે શું? (આ મારી બનાવેલી મદ્રાસી ભાષા છે!)
તેણીના તેવર જોઇને ભગાએ તરત ફેરવી તોળ્યું કે ‘ડોબી એટલે તું ખૂબ સુંદર છે.’
પેલી કહે, ‘એન્ના તું મહા ડોબ્બા!’
ભગાથી એટલું જ બોલાયું કે ‘તારા કપાળમાં કાંદા ફોડું.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.