Gujarat

જૂનાગઢના મેંદરડામાં યુવતીએ યુવકને ઘરે બોલાવી બંધક બનાવી કરી એવી હરકત કે ચકચાર મચી ગયો

જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) મેંદરડામાંના યુવાનને ઘરે બોલાવી હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી ગોંધી રાખી મહિલા (Women) સહિતની ટોળકીએ દસ લાખની રકમ માંગી હતી. પોલીસે (Police) છુટકું ગોઠવી ગેંગને (Gang) ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા ગુનેગારને તાત્કાલીક પકડી પાડી ભોગ બનનાર યુવાનને મુક્ત કરાવતા અપહ્યત યુવાન તેમજ તેમનો પરિવારને (Family) હાશકારો થયો હતો સાથે સાથે જૂનાગઢ જિલ્લા પંથકમાં આ સમાચારને લઈને ચકચાર મચી જવા પામી હતી.

  • જૂનાગઢ પોલીસે મહિલા સહિત ચાર આરોપીને ઝડપી લીધા
  • યુવતીએ સાગરિતો સાથે મળી યુવકને ઘરે બોલાવી બંધક બનાવ્યો, બાદમાં દસ લાખની રકમ માંગી
  • રકમ નહીં મળે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાની અને મારી નાખવા ધમકી આપી
  • ટોળકીએ મનિષના જ ફોનમાંથી તેમના પિતાને ફોન કરી દસ લાખ રૂપિયા માંગ્યા

યુવતીએ સાગરિતો સાથે મળી યુવકને ઘરે બોલાવી બંધક બનાવ્યો હતો. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેંદરડા શહેરમાં સરદારનગર વિસ્તારમાં રહેતા મનીષ પરસોતમભાઈ વઘાસીયાને પાંચેક માસ પહેલા કિરણ નામની યુવતીએ ફોન કરી પરીચય કેળવી સંબંધ બાંધ્યો હતો. જેમાં છેલ્લા બે-એક માસથી બંન્ને મળતા હતા. દરમ્યાન ગત તા.10ના રોજ કિરણે મનિષને ઘરે મળવા બોલાવ્યો હતો. જેથી મનિષ મળવા ગયો હતો, જ્યાં યુવતીએ મનિષને અન્ય શખ્સોની મદદથી ઘરમાં જ ગોંધી રાખ્યો હતો. બાદમાં દસ લાખની રકમ માંગી હતી અને જો રકમ નહીં મળે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાની અને મારી નાખવા ધમકી આપી હતી. ટોળકીએ મનિષના જ ફોનમાંથી તેમના પિતાને ફોન કરી દસ લાખ રૂપિયા માંગ્યા હતા. મનિષના પિતાએ પોલીસને જાણ કરતા પીએસઆઈ કે.એમ. મોરી અને એલસીબીના સ્ટાફે મનિષના પિતાના ફોનમાંથી ફોન કરી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોવાનું જણાવતાં ટોળકીએ પૈસા ભરેલી બેગ વાડલા ફાટક નજીક આપી જવા જણાવ્યું હતું. જેથી એલસીબીનો સ્ટાફ વડલા ફાટક આસપાસ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ ગયો હતો. જ્યાં ટોળકી કાર અને બાઈક લઈ પૈસા લેવા આવતા પોલીસની ટીમે પકડી પાડી અપહૃત મનીષને મુક્ત કરાવ્યો હતો. પોલીસે ટોળકીમાં સામેલકેશોદના ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવિન ગાંગાં દાસા, પરેશ મંછારામ દેવમુરારી દિનેશ ઉર્ફે દિનયો અમૃતઠેસિયા અને કિરણ હિતેશ ખટારીયાની ધરપકડ કરી હતી.

Most Popular

To Top