સાપુતારા: સાપુતારા (Saputara) રોડ પર એસટી (ST) બસ (Bus) પલટી મારી ગઈ હતી. ડાંગ પાસેના વઘઈમાં સાપુતારા રોડ મકર ધ્વજ મંદિર નજીક 50 મુસાફરો ભરેલી બસ પલટી મારી ગઈ હતી. વરસાદ પડવાના કારણે એસટી બસનાં ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે બસમાં સવાર 40થી 50 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. કેટલાક મુસાફરોને ઈજા પહોંચતા તેમને વઘઈ રેફરલ હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા.
- સાપુતારા નજીક રોડ પર એસટી બસ પલટી મારી ગઈ
- 40થી 50 મુસાફરો ભરેલી બસ પલટી મારી ગઈ
- બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
- સદનસીબે જાનહાની ટળી
- ઈજાગ્રસ્તોને વઘઇ રેફરલ હોસ્પિટલ ખસેડાયા
ડાંગ પાસેના વઘઇમાં શિરડી-સુરત-બગસરા એસટી બસને અકસ્માત નડ્યો હતો. શીરડીથી સુરત-બગસરા GJ 18Z 7669 બસના ચાલકે વરસાદી માહોલમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ પલટી ગઇ હતી. બસ પલટી મારી જતા બસમાં સવાર 40થી 50 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિત કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
સાપુતારા રોડ પર અકસ્માત સર્જાતા પેસેન્જર્સ ગભરાઈ ગયા હતા અને અફાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે પેસેન્જર્સને સામાન્ય ઈજાઓ પહોંચતા વઘઈ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વઘઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ ડાંગ જિલ્લાના ધારાસ્ય વિજય પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બસને અકસ્માત નડતા મુસાફરો દ્વારા ખાનગી વાહનની માંગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલના કારણે બસ ડ્રાવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
ડાંગ જિલ્લાનાં લશ્કર્યા નજીક બોલેરો જીપમાં આગ લાગી: સાપુતારા ઘાટમાં ટ્રક પલ્ટી ગઈ
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવાથી માદલબારી ગામ જઈ રહેલી બોલેરો જીપમાં શનિવારે લશ્કર્યા ગામ નજીક આગ લાગતાં બળીને ખાખ થઈ ગઈ હતી. ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો. જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક.ન.એમ .એચ.12.એચ.ડી.2893 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં પલ્ટી ગઈ જતાં જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.