વડોદરા : વડોદરાની ગેસ કંપની દ્વારા મહિનાઓથી ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે પાંચમા દિવસે બગીખાના વિસ્તારમાં વહેલી સવારે પોલીસને સાથે રાખી ગેસ વિભાગના અધિકારીઓએ 8 ગેસ કનેક્શન બંધ કરવા સાથે બાકી ગેસ બિલોની કુલ રૂપિયા 4.21 લાખની રકમની વસુલાત કરી હતી.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાની વસુલાત માટે સમયસર ગેસ બિલ નહીં ભરતા ગ્રાહકો સામે કડક હાથે કામ લઈ ને ગેસ કંપનીના અધિકારીઓની જુદી-જુદી ચાર જેટલી ટીમોએ સોમવારે શહેરના બગીખાના વિસ્તારમાં વહેલી સવારથી જ ધામા નાખ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.ગેસ વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમે બગીખાના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં કાર્યવાહી કરતા ગેસનો વપરાશ કર્યા બાદ બિલ નહીં ભરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો.
ગેસ કંપનીની જુદી જુદી ટિમો દ્વારા ગોયાગેટ સોસાયટી,જય સોસાયટી, ભોગીલાલ પાર્ક સોસાયટી,વિઠ્ઠલ સોસાયટી, રાજરત્ન સોસાયટી, રાજસ્તંભ સોસાયટીસહિતના વિસ્તારોમાં ગ્રાહકો પાસેથી બાકી નીકળતા કુલ રૂ 4,21,577 ની વસુલાત કરી હતી.જ્યારે 8 જેટલા મકાનોમાં ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ઉઓરણત એક ઘરમાં બાય પાસ વાળા કિસ્સામાં મીટર બદલવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી પડતી રકમના વસૂલાત માટે તારીખ 6 થી 10 જૂન સુધી એમ પાંચ દિવસ દરમિયાન બાકી નીકળતા વીજ બિલના નાણાંની વસૂલાત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે.જેમાં માત્ર નવાપુરા વિસ્તારમાં જ 1121 કનેક્શન આવેલા છે.જેની 3.94 કરોડ વસુલાત બાકી છે.