SURAT

સુરતના વેસૂની ઓયો હોટલના માલિકની કારને ટક્કર મારી પૂણા ગામમાં 12 ઈસમોનો હૂમલો, ફટકાથી માર્યા

સુરત (Surat) : પૂણાગામમાં (Puna) હોટેલના (Hotel) માલિક (honor) અને તેના ભાઇને ગાડીના (Car) નુકસાનના ઝઘડા અંગે સમાધાન માટે બોલાવીને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 10 થી 12 જેટલા લોકોએ હોટેલ માલિક અને તેના પરિવાર ઉપર હુમલો કરતા આખરે રાયોટીંગનો ગુનો નોંધાયો હતો.

  • ગાડીના નુકસાન બાબતે પૂણામાં હોટલ માલિક સહિત પરિવાર ઉપર જીવલેણ હુમલો
  • મૂળ અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામના વતની ભાવેશ હડીયા વેસુમાં ઓયો ગેસ્ટ હાઉસ ચલાવે છે
  • ભાવેશ હડીયાએ પોતાની બ્રિઝા વિટારા કાર પિતરાઈ ભાઈ મનુના આવાસ પાસે પાર્ક કરી હતી
  • ગાડીને ટક્કર મારનાર જમીલ શેખ તેમજ તેના સાગરીતો ગોલુ, સાગર, ઉમેશ, સનીએ માર માર્યો
  • ગાડીને નુકસાન કરનાર યુવકે સમાધાન માટે બોલાવીને લાકડાના ફટકા વડે હુમલો કરતા ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામના વતની અને હાલમાં સુરતમાં બોમ્બે માર્કેટ રોડ ઉપર અર્ચના સ્કુલની સામે હરીધામ સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય ભાવેશ ધુધાભાઈ હડીયા વેસુમાં ઓયો ગેસ્ટ હાઉસ ચલાવે છે. ભાવેશે તેના ઘરની નજીક બ્રિઝા વિટારા ગાડી પાર્ક કરી હતી. ત્યારે અમેઝીયા વોટરપાર્ક પાસે સંગીની આવાસમાં રહેતો તેમના પિતરાઇ મનુએ ભાવેશભાઇને ફોન કરીને કહ્યું કે, ગાડીને કોઇએ નુકસાન કર્યું છે, તમે જલ્દી આવી જાવ. ભાવેશભાઇ ઘટના સ્થળે ગયા ત્યારે જે વ્યક્તિએ ગાડીને ટક્કર મારી તે જમીલ શેખ તેમજ તેની સાથે ગોલુ, સાગર, ઉમેશ, સની રાઠોડ સહિત 10 થી 12 ઇસમો આવ્યા હતા. તેઓએ પહેલા સમાધાનની વાતો કરીને બાદમાં ગાડીના નુકસાનની વાત કરી લાકડાના ફટકા વડે ભાવેશભાઇ ઉપર હુમલો કર્યો હતો. બનાવ અંગે ભાવેશભાઇએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જમીલ શેખ તેમજ અન્ય ઇસમોની સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગાડી પાર્ક કરવા બાબતે ઓલપાડના યુવકની હત્યાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર
સુરત : ઓલપાડમાં યુવકને જાતિ વિષયક ગાળો આપીને હત્યા કરી દેવાના ગુનામાં આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ જહાંગીરપુરા દાંડી રોડ ઉપર ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતો ચેતન ઠાકોરભાઇ કોળી પટેલના સસરાએ ગત નવરાત્રીના સમયમાં ગાડી પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી હતી. આ માથાકૂટમાં ચેતને દિવ્યાંગ નામના યુવકને માથામાં બોથડ પ્રદાર્થ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ચેતન પટેલ સહિત અન્ય લોકોની સામે હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધીને ચેતનની ધરપકડ કરી હતી. હાલમાં ચેતનની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ચેતન પટેલે જામીન મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ચાલી જતાં કોર્ટે ચેતનના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top