Gujarat

જે હું નથી કરી શક્યો તે સી.એમ અને સી.આરની જોડીએ ગુજરાતમાં કરી બતાવ્યું: મોદી

સુરત(Surat): વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ નવસારી(Navsari)નાં ખુડવેલ ખાતે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પી.એમ મોદીએ ખુડવેલ ખાતે વિશાળ જન સભાને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જે હું નથી કરી શક્યો તે સી.એમ અને સી.આરની જોડીએ કરી બતાવ્યું : પી.એમ
જે હું નથી કરી શક્યો તે સી.એમ અને સી.આરની જોડીએ કરી બતાવ્યું છે. 8 વર્ષ પહેલા દેશનાં વિકાસ માટે તમે મને દિલ્હી મોકલ્યો હતો અને આજે 8 વર્ષ બાદ વિકાસની એક નવી પરિભાષા ઉભી કરી છે. આટલા વર્ષોમાં પહેલીવાર આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ યોજાયો છે. વડા પ્રધાન મોદીએ થોડા સમય બાદ પોતાનું સંબોધન ગુજરાતી ભાષામાં શરુ કર્યું હતું. તેમણે ગુજરાતની જનતાને પૂછ્યુ કે તમારુ રસીકરણ થયુ કે નહિ, શુ તમને પૈસા આપવા પડ્યા? તેમણે કહ્યુ કે, દૂરના જંગલોની ચિંતા એ આપણા સંસ્કારોમાં છે. કોઈ આદિવાસી અને ગરીબ યોજનાના લાભથી છૂટે નહિ તે દિશામાં અમારી સરકાર તેજ ગતિથી કામ કરી રહી છે.

વડાપ્રધાનની ચેલેન્જ, એક અઠવાડિયુ બાતવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મને સરકારમાં 22 થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયુ બાતવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય. 2018 માં હુ આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે. આજે તેઓ ખોટા પડ્યા છે. નેવા અને મોભા વચ્ચે 3-4 ફૂટનો ઢાળ હોય છે. આ તો 200 માળનો પહાડ ચઢીને તળિયેથી પાણી ઉંચકીને ટોચ પર લઈ જવાનું.  વિકાસ કામોની યોજનાઓ લોકોની સુખાકારી માટે ઉભી કરી છે.. અમે ચૂંટણી માટે નહિ પણ ભલુ કરવા માટે નીકળ્યા છે. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે. 

સંબોધનમાં 8થી વધુ વખત સી.આરનું નામ ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપ્રેન્દ્ર પટેલની જોડીની વાહવાહ કરી હતી. સંબોધનમાં તેઓ લગભગ 8થી 10 વખત સી.આર પાટીલનું નામ તેમજ મુખ્યમંત્રીનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેથી ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પર વિશ્વાસ મુક્યો છે. જે કેટલો સફળ થશે તે અગામી દિવસોમાં ખબર પડશે.

ગુજરતમાં ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો : સી.એમ
સી.એમ. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન ગુજરાત ગૌરવ ઉદ્યાનમાં આપનું માર્ગદર્શન કરવા પધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુખાકારી ના ગામોના વિકાસ ગુજરાતની આત્મનિર્ભર અને નવી દિશા આપણને આપશે આઝાદી અમૃત મહોત્સવ વર્ષે ગુજરાત ગૌરવ સમિતિ સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યોને અમૃત કાલ આપણે જોયો છે. ગુજરાતે પ્રાકૃતિક ખેતી છે ગૌરવ છે તેને વધુ ઊંચાઈએ લઈ જવા આપણે તેમને ખાત્રી આપીએ તો આવી જતી ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તેમાંથી પ્રેરણા લઇ સમગ્ર રાજ્યના લોકો નો શ્વાસ અને ધરતીમાતાની ગુણવત્તા સુધારવા અન્ય વિસ્તારો પણ આ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો સંકલ્પ આપણે કરીએ.

વડાપ્રધાન મોદીને દરેકની ચિંતા: સી.આર પાટીલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ઘણી યોજનાઓની ભેટ અપાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનામાં દરેક વ્યક્તિને વિના મુલ્યે કોરોનાની વેક્સીન આપી હતી. તેઓની વ્યક્તિની ચિંતા કરી છે. કોરોના કાળમાં એક પણ વ્યક્તિ ભુખો સુતો નથી.

નવસારીને કરોડોનાં વિકાસનાં કામોની ભેટ
ખુડવેલથી વડાપ્રધાન દ્વારા ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાનાં કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ કરાયું હતું. જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન મોદીનાં કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
નવસારી ખાતે પી.એમ મોદીના કાર્યક્રમને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખુડવેલમાં આયોજિત કાર્યક્રમ માટે 16 IPS,1 IFS,132 DYSP,32 PI,191 PSI, 1718 ASI, 10 નાયબ કલેકટર,962 વુમન પોલીસ,4 ડ્રોન કેમેરા,ASI HC અને PC મળીને કુલ 1718 બંદોબસ્તમાં રોકાશે. પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈ કોઈ વિરોધ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.

વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પહોચ્યા
તેઓ આજે સુરત એરપોર્ટ(Airport) પર પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપવા માટે નવસારી ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેઓ ચીખલી(Chikhli) જવા રવાના થયા હતા.

Most Popular

To Top