Gujarat

રાજ્યનાં બે મહાનગર-બે નગરમાં વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: રાજ્યની બે મહાનગરપાલિકાઓ (Corporation) અને બે નગરપાલિકાઓ (Municipalities) મળી ચાર શહેરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકામાં ર૦ર૧-રરના વર્ષ માટે ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો અન્વયે રસ્તાના, બ્રિજના, શાળા-કોલેજ બિલ્ડીંગ અને સ્લમ વિસ્તારના કુલ ૩૩ કામો માટે રૂ. ૭૧.પ૯ કરોડના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં નગરો-મહાનગરોમાં જનસુખાકારીના કામો ઉપરાંત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળના કામો, શહેરી સડકના કામો જેવા બહુવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૮ કામો માટે રૂ. ૩.રર કરોડની ગ્રાંટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહિ, તેમણે ભાવનગર જિલ્લાની શિહોર નગરપાલિકામાં શિહોરથી વલ્લભીપૂર માર્ગ પર આવેલા લેવલ ક્રોસીંગ રપ૦/બી ઉપર દ્વિમાર્ગીય રેલવે ઓવરબ્રિજ બનાવવાના રૂ. ૩૪ કરોડ ૪૦ લાખ ૬૪ હજાર રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીથી પેવર બ્લોક અને સી.સી. રોડના ૧૧ કામો માટે કુલ રૂ. ૩૫ લાખ ૮૪ હજાર રૂપિયા મંજૂર કર્યા છે.

Most Popular

To Top