Charchapatra

વિદ્યાર્થી કેળવણીની એ જૂની રીત પાછી લાવી શકાય

પુનરાતન કાળનું પુનરાવર્તન હોતુ નથી પરંતુ પુરાણી યાદોનુ તો અવશ્ય થતુ રહે છે. પહેલાના વખતમા સુલેખન, શિષ્ટવાચન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ સુંદર આયોજન કરાતું. લોકો જેમાં  ઉમંગભેર ભાગ લેતા. સુલેખન સ્પર્ધા દ્વારા સુંદર મરોડવાળા અક્ષરમાં લખવાની કળા લોકોમા વિકસે. સુલેખન સુધરે. સુઘડ અને સ્વચ્છ લેખન પરત્વે રૂચી જાગે એ માટે સુલેખન પરીક્ષા લેવાતી જેમાં શ્રેષ્ઠ લેખકને ઇનામો અપાતા. એજ રીતે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય સાહિત્યના વાચન અર્થે પ્રોત્સાહીત કરવાના ઉમદા હેતુસર દરેક શાળાઓમાં શિષ્ઠવાચનની પરીક્ષાઓનું અનોખું આયોજન કરવામાં આવતું.

લોકોમાં બ્રાહ્ય વાચનનો શોખ પ્રગટે પુસ્તક વાચન માટે આકર્ષણ પેદા થાય એ ઉદ્દેશ હતો. પ્રત્યેક વરસે નવા પુસ્તકોની પરીક્ષા લેવાશે એ જાહેરાત થતી. પરીક્ષા દ્વારા વાચકોનુ મૂલ્યાંકન કરાતુ કે તેઓ એ નક્કી કરેલા પુસ્તકનો કેટલો ઊંડો અભ્યાસ કર્યો અને શું શિખ્યા ઉત્તીર્ણ થનારને પ્રમાણપત્રો અપાતા. એક સમય એ પણ હતો કે ધોરણ 7 બાદ પ્રાથમિક શાળાના પ્રમાણપત્રની જાહેર પરીક્ષાઓનુ પણ એક વિશેષ મહત્ત્વ હતું. જેમાં ઉચ્ચ વર્ગ સાથે ઉત્તીર્ણ થનાર ગર્વ અનુભવતા. વિશિષ્ટ શૈક્ષણિક દરજ્જો હતો. પ્રવર્તમાન કાળ બિલકુલ બદલાય ગયો છે. જેમાં જુની બાબતોની કિંમત માત્ર કથનમાં બાકી રહી જવા પામી છે.
એકલેરા, ભાણોદ્રા      – હનિફ એ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top