સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે આવેલા પેટ્રોલપંપ(Petrol pump) ખાતે વાહનો(Vehicle)માં ઓછુ પેટ્રોલ(Petrol) નાખી ઠગાઈ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ગતરોજ મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યનાં વાહનચાલકોએ પોતાના વાહનોમાં 410 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યુ હતુ. જે પેટ્રોલને પ્લાસ્ટિકની બોટલમાં કાઢી જોતા છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. અહી વાહનચાલકોએ ઠગાઈ મુદ્દે હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
- મહારાષ્ટ્રનાં વાહનચાલકોએ પેટ્રોલ પુરાવ્યુ પણ બોટલમાં કાઢી જોતા છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યુ
- વાહનચાલકોએ વિડીયો સોશિયલ મીડિયા સહિત યુટુયુબમાં મૂકી વાયરલ કરતા હોબાળો મચી ગયો
- છાપેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલતી હાઇવેની હોટલો ઉપર તોલમાપ ખાતાના દરોડા
મહારાષ્ટ્રનાં વાહનચાલકોએ તેઓ સાથે ઠગાઈ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા સહિત યુટુયુબમાં મૂકી વાયરલ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો દ્વારા વાહનોમાં ઓછુ પેટ્રોલ અને ડીઝલ નાખી છેતરપિંડી કરાઈ રહ્યાની ફરિયાદો ઘણા સમયથી ઊઠી હતી. પરંતુ ગતરોજ ગ્રાહકોએ આ સંચાલકોની ઠગાઈને ખુલ્લી પાડતા મોટુ કૌભાંડ બહાર આવવા પામ્યુ છે. જેથી ડાંગ વહીવટી તંત્ર સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો સામે કમર કસી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.
સુરત અને તાપીમાં કુલ 47 વેપારી પાસેથી 32 હજારનો દંડ વસૂલાયો
સુરતઃ તોલમાપ વિભાગે કાર્યવાહી કરી હાઈવે પરથી હોટલો પર સપાટો બોલાવ્યો હતો. સુરત અને તાપી જિલ્લાના કુલ 47 વેપારીઓ પાસેથી 32 હજારનો દંડ વસૂલ્યો હતો. કચેરી દ્વારા તોલમાપ તથા પી.સી.આર કાયદના ભંગ બદલ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો અન્વયે નિરીક્ષકો દ્વારા અચાનક જ તપાસ કરી દૂધ, છાશ, સિગારેટ, કોલ્ડડ્રિંક્સ જેવી ચીજવસ્તુઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલાતા હોવાનું બહાર આવતા સારોલી ખાતેના કુબેરજી વર્લ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠિયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.૪૮ હોટલ રામદેવ જેવી દુકાનો ઉપર પ્રોસિક્યુશન કેસો કરીને 10 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કાયદાના ભંગ બદલ 1100 વેપારી,એકમો સામે કેસ કરી 13.25 લાખની ચકાસણી અને મુંદ્રાકન અંગેની સરકારી ફી વસૂલ કરવામાં આવી હતી.