Charchapatra

ગુજરાતમિત્ર સાથે અમારા ઉરના ઉમંગ જોડાયેલા છે

કહેવાય છે કે પ્રશંસા ઈશ્વરને પણ ગમે. પછી તે સાચી કે ખોટી હોય. પરિસ્થિતિમાં માનવસમાજની તો વાત જ શી કરવી ? છેલ્લાં 75 વર્ષોથી ઘર-કુટુંબમાં ગુજરાતમિત્ર સવારે સાત પહેલાં ઉંબરે આવી, કોઈ આવી ઊંચકી લે તેની રાહ જોતું હોય. મધ્યાને સુરજ તપતો હતો ત્યારે ‘‘એક્ષ-રે’’ અવનવી કોલમો ‘‘શિક્ષણ-સમસ્યા’’ ‘‘વિતિ જશે આ રાત’’ જેવી ધારાવાહિક, ‘‘માણસ નામે ક્ષિતિજ’’અન્યધારદાર કોલમો, What next નું તત્વ ક્રમશ! લેખમાં ઉત્કંઠા તીવ્ર કરતું, કવિ, ગઝલકારો, હાસ્યલેખો, રમતગમત વર્તમાનપત્ર જાણે ઘરનું એક સભ્ય. ન આવે ત્યારે પેટ ભૂખ્યું હોય એમ અનુભવાય. રજાના બીજા દિવસે તલપાપડતા સંતોષાતી સદ્દગત પ્રવિણકાંત રેશમવાલા સાહેબની કુનેહ, ચિવટાઈ, રેલજેવી વિપરીત પરિસ્થિતિમાં સુધ્ધા વર્તમાનપત્ર બંધ ન રહેવું જોઈએ એ ખંત સાથે તટસ્થતા તો ખરી જ, કોઈ એક તરફ ઝોક નહિ.

પૂર્તિઓની રંગત-સંગત વાચકોને ભાવતી. વાચકનું દિલ બાગ-બાગ થતું સમયને અનુલક્ષીને પરિસ્થિતિને અનુકૂળ થવા પરિવર્તનતો આવે જ. તેમ કરવામાં વાચકનો મૂળ રસ ઝાંખો પડે પણ ખરો. ન ગમતી ચર્ચા ઉદ્દભવે પરંતુ શહેરના અન્ય વર્તમાન પત્રો સાથે હરિફાઈમાં ટકવું કપરૂ છે. અમારાં જેવા 70-75ની વય વટાવી ચૂકેલા વયસ્ક વાચકોને મન લગાવ આ મિત્ર સાથે જ, ઘરમાં ગેરહાજરી સાલે. અનુભૂતિ ઉરના ઉમંગની ગમતો નથી છોડવો સત્સંગ અતીત તણો.
સુરત     – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top