Charchapatra

સલાહો

આમ દુનિયામાં સૌથી વધારે આપતી વસ્તુ ને સૌથી ઓછી લેવાતી જો કોઈ હોઈ તો એ સલાહ કેમ કે એમાં આપનાર ને સાંભળનાર બંનેને ખબર કે આતો બીજા માટે જ છે. આમ સામાન્ય રીતે લોકો પાસે દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે બસ સમસ્યા પોતાની નય હોવી જોઈએ.આમતો સલાહ સારી વસ્તુ છે પણ જો કોઈક વારે ઘઢીયે સલાહ આપ્યા કરે તો એ માથાનો દુખાવો બની જતી હોય છે. આમ ઘણી વાર લોકો આખી વાત સાંભળ્યા વિના જ સલાહ આપવાનું ચાલુ કરી દેતા હોય છે ને એમાં આચ્ચર્યની વાત તો એ છે કે દરેકને પોતાની સલાહ જ સાચી લગતી હોય છે. આમતો સલાહ નિણય લેવામાં મદદ કરતી હોય છે પણ વગર સાંભળ્યું આપતી સલાહ મહદ અંશે ખોટી જ પુરવાર થતી હોય છે. તો આપણે કોઈક ને સલાહ આપતાં પેલા થોડું વિચારવું જોઈએ નઈતર લાંબે ગાડે આપડી કિંમત એ લોકો ના જીવન મા ઘટતી જ જાય છે ને એક સમય પછી આપડી સલાહ થી કોઈ ને ફરક પડતો નથી.
સુરત     – નીલ જીગ્નેશ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top