Vadodara

પ્રાચીન કાળનું વડપ્રદ આજે સિમેન્ટ-કોંક્રિટનું જંગલ

વડોદરા : ડો. વિનોદરાવે તો વડોદરામાં આનેક અમુલ્ય ભેટો આપી છે જેને કારણે વડોદરા શહેરીજનોને આજ સુધી તેની હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. ડો. વિનોદ રાવે તો શહેરના મધ્યમાં આવેલ સુરસાગરમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી વડોદરા શેહેરીજનોને તેનો કોઇપણ જાતનો ફાયદો થય રહ્યો નથી. સુરસાગરમાં તો આજ મહિનામાં ઓક્સીજનના અભાવને કારણે માછલીઓના મોત થયા હતા. સુરસાગરની જેમ વડોદરામાં રોડ રસ્તા પર લગાવવામાં આવેલ કોનો કાર્પ્સ વૃક્ષ વડોદરામાં ગોલ્ડ મેન તરીકે જેમને નામના મેળવી છે એવા ડો. વિનોદરાવની અમુલ્ય ભેટ છે.

વડોદરા મ્યુનીસીપલ કમિશ્નર તરીકે જયારે ડો. વિનોદ રાવ હતા ત્યારે વનીકરણ સલાહકાર તરીકે હિતાર્થ પંડ્યા અને ડો. જીતેન્દ્ર ગવળીએ માનદ સેવાઓ આપી હતી. જયારે હિતાર્થ પંડ્યા અને ડો. જીતેન્દ્ર ગવળીએ આ વૃક્ષો ઉગાડવા વિષે ના પાડી હતી અને આપના દેશી વૃક્ષો વાવની ભલામણ કરી હતી પરંતુ કોપોરેશનના અધિકારો વડોદરા મ્યુનીસીપલ કમિશ્નર તરીકે ડો. વિનોદરાવ હોવાને કારણે તેમની સલાહ અભરાઈએ ચડાવી હતી ત્યારે હિતાર્થ પંડ્યા અને ડો. જીતેન્દ્ર ગવળીએ વનીકરણ સલાહકાર તરીકે રાજીનામું પણ આપી દીધું હતું.

ખરેખર કોનો કાર્પ્સ વૃક્ષએ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન આપતા નથી. આખા વડોદરા શહેરના રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર પર લગાવામાં આવેલ વૃક્ષો ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળતું તો નથી પરંતુ તેને કોઈ ઢોર ખાતું નથી કે તેની પર કોઈ પક્ષી પણ બેસતું નથી. રોડ રસ્તા વચ્ચે લગાવવામાં આવેલ ડિવાઈડર પર લાગે કોનો સાર્પ્સ વૃક્ષ ડિવાઈડર ના યુ ટુર્ન પર હોવાથી વાહન ચાલકને ખુબ મુશ્કેલી કરવી પડે છે. જેને કારણે વાહન ચાલકો વચ્ચે અકસ્માત થવાનો ભય વધી રહ્યો છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા રોડ રસ્તાની માવજત રાખવા માટે પાલિકા દ્વારા રોડ રસ્તાને વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યા છે. જેથી કરીને રોડ રસ્તા પર આવેલ ડિવાઈડર પર લગાવેલ વૃક્ષો કે તેના કલર કામ, સંસ્થાના બોર્ડ લગાવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્માર્ટ બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તરોની રોડ રસ્તા વચ્ચે વચ્ચે આવેલ ડિવાઈડર પર વિદેશી જાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેથી કરીને આપણું વડોદરા શહેર એક સ્માર્ટ સીટી તરીકે ઓળખવવા લાગ્યું છે. આમ તો રોડ વચ્ચે શહેરના વિવિધવિસ્તારમાં ડિવાઈડર પર લાગેલ વૃક્ષો શહેરીજનોને પૂરતા પ્રમાણમાં ઓકિસજન આપતું નથી. આ વૃક્ષો ખાલી લીલોતરી આપી ઝડપી ઉગી નીકળે છે.

ખાસ વાત તો એ છે કે આ વૃક્ષોને પાણીની પણ જરૂરત ખુબ ઓછી હોય છે. આ વૃક્ષોને કોનો કાર્પ્સ વૃક્ષ કહેવાય છે. આ વૃક્ષો મોટા ભાગે જ્યાં પાણી મળતું ના હોય ત્યાં ઉગી નીકળે છે તેના મુળિયા જમીનમાં એટલા ઊંડે સુધી જાય છે કે તેને પાણી આપોઆપજ પાણી શોષી લે છે. તે મોટાભાગે જ્યાં કાદવ કીચડ વાળી જગ્યા પર ઉગે છે જેને કારણે તે કાદવ કીચડ સુકાઈ જાય છે. કોનો કાર્પ્સ વુક્ષ પાકિસ્તાનના કરાચી, અફધાનીસ્તાન જેવા વિસ્તારોની આ વૃક્ષની જાતી ત્યાં ઉગી નીકળે છે. આ વૃક્ષોને પાણી ખુબજ ઓછા પ્રમાણમાં ઝડપી રીતે ઉગી નીકળે છે. જયારે ગુજરાતમાં કચ્છ જેવા ઓછા પાણી વાળી જગ્યા પર જોવા મળે છે.

વડોદરાને સ્માર્ટ સિટી ફક્ત કોંક્રિટ જંગલ નહિ પરંતુ હરિયાળું વડોદરા બનાવવું જોઈએ
કોનો કાર્પ્સ વૃક્ષ એક એવું વૃક્ષ છે જે ફક્ત લીલોતરી દેખાય છે અને ફાસ્ટ ગ્રોથ ( ઝડપથી ઉગે)થી ઉગી નીકળે છે. આ વૃક્ષ ઉચાઇમાં હોય છે અને તેના મુળિયા જમીન સુધી ઊંડાણ પૂર્વક જતા હોય છે. આ વૃક્ષ એ પાણી ના હોય તોપણ તે ઉગી નીકળે છે કારણ કે તેને મુળિયા ઊંડે સુધી જતા હોય છે. તેને આપને જેમ ઈચ્છીએ તેમ તેને કટિંગ પર્ણ કરી શકીએ છે. આ વૃક્ષને કોઈ ઢોર ખાતું પણ નથી કે તેના પર કોઈ બેસતું પણ નથી. આ વૃક્ષ એ વિદેશી જાતિનું હોવાથી તે કરાચી કે અફધાનીસ્તાન જેવા દેશોમાં જોવા મળે છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના રોડ રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર પર લગાવવામાં આવેલા છે જે વૃક્ષોમાં પાણી ન પણ આપવામાં આવે તો તે ઝડપથી ત્યાં ઉગી નીકળે તેમ છે. આ વૃક્ષો દરેક ડિવાઈડર પર લાગવાથી પર્યાવરણવાદીઓ દ્વારા પણ જણાવ્યું હતું કે આ વૃક્ષો સિવાય આપણા દેશની જાતી જેવી કે આસોપાલ, બોરડી કે લીમડો પણ આપને ઉગાડી શકીએ છીએ. આમ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ આ વૃક્ષોનો ઉપયોગ કરવો જોઈએ નહી કે વડોદરા સ્માર્ટ સિટીને ફક્ત કોન્ક્રીટનું જંગલ નહિ પરંતુ હરિયાળું વડોદરા બનાવવું જોઈએ. – ડો. જીતેન્દ્ર ગવળી, નિયામક લોક વિજ્ઞાન કેન્દ્ર

રોડ રસ્તા વચ્ચે લાગેલ કોનોકાર્પસ વૃક્ષ ટુંક સમયમાં કાઢી નાખીશું
રોડ રસ્તા વચ્ચે લાગેલ વૃક્ષોને કોનો કાર્પ્સ વૃક્ષ કહેવાય છે. તે વિદેશી જાતિનું વૃક્ષ છે. આ વૃક્ષો મોટા ભાગે જ્યાં પાણી મળતું ના હોય ત્યાં ઉગી નીકળે છે તેના મુળિયા જમીનમાં એટલા ઊંડે સુધી જાય છે કે તેને પાણી આપોઆપજ પાણી શોષી લે છે. આ વૃક્ષને કોઈ ઢોર ખાતું નથી કે તેની પર કોઈ પક્ષી બેસતું પણ નથી. અમારા ધ્યાનમાં આ વાત આવતા અમે તેને ટુંક સમયમાં આ વૃક્ષને કાઢીને આપના દેશી વૃક્ષો વાવીશું. – ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન

Most Popular

To Top