નવી દિલ્હી: PM મોદીની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 9 મે 2015ના રોજ શરૂ (Start) કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની (Narendra Modi) આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે મંગળવારે (Tuesday) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)માં રોકાણ કરનાર તમામના પ્રીમિયમમાં વધારો કર્યો છે. આ બંને વીમા યોજનાઓ કેન્દ્ર સરકારની મુખ્ય વીમા યોજનાઓમાં સામેલ છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો પ્રીમિયમ દર વધારીને રૂ. 1.25 પ્રતિ દિવસ કર્યો છે, જે વાર્ષિક રૂ. 330 થી વધીને રૂ. 436 થયો છે. કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવા પ્રીમિયમ દરો 1 જૂન, 2022થી લાગુ થશે.
PMJJBY માટે પ્રીમિયમમાં વધારો 32 ટકા અને PMSBY માટે 67 ટકા છે. છેલ્લા સાત વર્ષથી આ યોજનાના પ્રીમિયમમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. 31 માર્ચ, 2022 સુધી, PMJJBY અને PMSBY હેઠળ અનુક્રમે 6.4 કરોડ અને 22 કરોડ વીમાદાતાઓએ નોંધણી કરાવી છે. આ બંને યોજનાઓ હેઠળના દાવાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માર્ગ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ યોજનાઓની રજૂઆત પછી છેલ્લા સાત વર્ષથી પ્રીમિયમ દરોમાં કોઈ સુધારો વઘારો કરવામાં આવ્યો ન હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુધારેલા દરો અન્ય ખાનગી વીમા કંપનીઓને પણ યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કરશે. તેનાથી વીમા યોજનાઓના લાભાર્થીઓની સંખ્યામાં વધારો થશે.
PMJJBY અને PMSBY હેઠળ સક્રિય સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે 31 માર્ચ 2022 સુધી અનુક્રમે 6.4 કરોડ અને 22 કરોડ હતી. 31 માર્ચ, 2022 સુધી PMSBYની શરૂઆતથી અત્યાર સુધીમાં પ્રીમિયમ તરીકે રૂ. 1,134 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે અને રૂ. 2,513 કરોડના દાવા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત, PMJJBY હેઠળ પ્રીમિયમ તરીકે 9,737 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી અને 14,144 કરોડ રૂપિયાના દાવા ચૂકવવામાં આવ્યા હતા. ભારતને સંપૂર્ણ વીમાધારક સમાજ બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે, PMJJBY હેઠળનો કવરેજ આગામી પાંચ વર્ષમાં 6.4 કરોડથી વધારીને 15 કરોડ અને PMSBY હેઠળ 22 કરોડથી વધારીને 37 કરોડ કરવામાં આવ્યો છે.
PM મોદીની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના એક વર્ષની જીવન વીમા યોજના છે. તે દર વર્ષે રિન્યુ કરાવવું પડે છે. આ યોજના ખરીદવા પર, વ્યક્તિના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ટર્મ પ્લાન લેવા માટે તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 50 વર્ષ હોવી જોઈએ. ભારતનો કોઈપણ નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ પ્લાનની પાકતી ઉંમર 55 વર્ષ છે. PMJJBY બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા 18-50 વર્ષની વય જૂથના લોકોને કોઈપણ કારણોસર મૃત્યુના કિસ્સામાં રૂ. 2 લાખનું જીવન વીમા કવચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ એક સરકારી વીમા યોજના છે. આના માધ્યમથી જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય અથવા તે અપંગ થઈ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ બંને યોજનાઓમાં, ઓટો ડેબિટ સિસ્ટમ દ્વારા પોલિસી ખરીદનારના ખાતામાંથી પ્રીમિયમ આપમેળે કપાઈ જાય છે.