પ્રશ્ન : (1) આ સાથે જોડેલ સ્કેચ મારા ફ્લેટની પોઝીશન દર્શાવતો ચિત્ર છે. (2) ફ્લેટ કે ઘરનો નંબર ઉપર મુજબ છે. 701-B- using (3) જ્યારથી આ ઘરમાં હમો રહેવા આવ્યા ત્યારથી કંઇક ને કંઇક મુશીબતો હરકતો આવ્યા કરે છે. (4) આ ઘરમાં શું ફેરફાર કરવો જોઇએ? જેથી સુખ શાંતિ મળે? (5) કેટલીકવાર એવા વિચારો આવે કે આ ઘર વેચીને વાસ્તુશાસ્ત્રના મુજબનો નવો ખરીદી લઉ! (6) પહેલા હમો રાંદેરના જૂના ઘરમાં રહેતા હતા તેમજ એ ઘર પણ વેચવા કાઢ્યું છે પરંતુ ખરીદનાર યોગ્ય કિંમત આપતો નથી. (7) સોસાયટીના સભ્યો પણ ઠીક નથી. કોઇ કોઇનો સહકાર વગેરે મળતો નથી. (8) આ ફ્લેટમાં મારી તેમજ વાઇફ કે પુત્રની હેલ્થ સારી રહેતી નથી. યોગ્ય સલાહ આપશો તો આપના લાખ લાખ ધન્યવાદ આપીશ.
જવાબ : સૌ પ્રથમ શુભ દિવસ જોઇ ભૂમિ પરીક્ષણ કરવું જોઇએ. ત્યાર પછી વાસ્તુપૂજન કરવું. ત્યારબાદ વિધિપૂર્વક ભૂમિનું શોધન કરવું. શલ્ટોદ્વાર દ્વારા ભૂમિમાંથી હાડકાં, કોલસાસ વગેરે કાઢી નાંખવા. મકાન બનાવતી વખતે પથરાળ જમીન ખોદવી, જયારે દેવભૂમિ પ્રાસાદ આ નિર્માણમાં પાણી નીકળતા સુધી જમીન ખોદવી… અને ત્યારબાદ ભવનના નિર્માણમાં વાસ્તુપદ મંડલનો ખ્યાલ રાખવો.
પુષ્પાબેન, સૌથી પહેલા સારાં સમાચાર એ છે કે તમારુ નામ કન્યા રાશીનું છે. જેના માટે દક્ષિણ દિશાનો દ્વાર ખૂબ જ ઉત્તમ ગણાય છે થોડું એક પાર્ટીશન બનાવીને જમણી બાજું વળીને વળી બાજુ દક્ષિણમાંથી જ પ્રવેશ થાય એવું કરો. આ દરવાજાની બહાર તરફ જુએ એ પ્રમાણે ઘરમાં પંચમૂખી હનુમાનનો ફોટો કે મૂર્તિ સ્થાપન કરો.
(C) પોઇન્ટ પાસે આવેલ ટોયલેટમાં એક લીલા રંગનો બલ્બ ચાલુ રાખો.
(A) પોઇન્ટ પાસે શયનકક્ષમાં આષ્થા પ્રમાણે પૂજા ઘર ગોઠવી દો.
(B) પોઇન્ટ પાસે ખૂબ વજન કરી, ભારતીય બેઠક બનાવી સૂઇ શકાય એવી વ્યવસ્થા કરશો. અહીં તમારા દિવંગત પિતૃઓનો ફોટો પણ મૂકી શકાય.
રસોઇ ઘરમાં D પોઇન્ટ પાસે ચૂલો રાખવો. રસોઇઘર તમારુ ઉત્તમ છે.
તમારી જન્મ તારીખ ૧૯-૧-૧૯૩૮ છે. તે પ્રમાણે તમારી Personal energy મેટલ છે. ‘C’ પોઇન્ટ પર મૂકેલ લીલો બલ્બ તમને યોગ્ય સેવા-ચાકરી કરવાવાળા મેળવી આપશે. ઉપરાંત આર્થિક સંતુલન પણ કરશે.
(F) પોઇન્ટ પાસે ઘરમાં પૈસા ટકા રાખો. મારી દૃષ્ટિએ ઉપરોકત ફેરફાર તમારી જીંદગીમાં રંગ લાવશે. ઘર વેચીને બદલવાની જરૂર લાગતી નથી.
(G) પોઇન્ટ પાસે આવેલ બાથરૂમમાં એક તોળાની પતી મૂકી ઘરને અન્ય ભાગ સાથે લેવલ કરવું. અર્થાત વધારાનો ભાગ કાપી કાઢવો. ત્યાર પછી વાપરવામાં પૂરો બાથરૂમ જ વાપરવાનો છે.
અમારી અનોખી અનાયા પૂછે કે કે લોકો દક્ષિણ મૂખી ઘરને વાસ્તુ વિરુધ્ધનું ગણે છે અને દક્ષિણ દ્વાર હોય તો કાટખૂણે ફેરવીને પૂર્વ મુખી કરવાની કોશિશ કરે છે. તો તમે પુષ્પાબેનનો દરવાજો સીધા કરી, બરાબર દક્ષિણમુખી કેમ કર્યો?
બેટા, અનાયા… આ પ્રશ્ન ઘણાને મૂંઝવણ છે. પરંતુ આ એક ખોટી રીતે પ્રખ્યાત થઇ ગયેલી સદંતર ખોટી ભ્રમણા છે. દિશાઓ કોઇપણ ખરાબ નથી. બસ દરેક દિશાના નવ ભાગ કરો…. યોગ્ય બદ શોધી કાઢવું. અહીં, પુષ્પાબેનની જન્મ તારીખ પ્રમાણે રાશી સિંહ આવે છે. પણ બોલતા નામ પ્રમાણે કન્યા રાશિ થાય. આમ તો રાશિને પણ ગણવી પડે. પરંતુ આટલી જુની જન્મ તારીખ… કદાચ ખોટી પણ હોય શકે. આથી બોલતું નામ ધ્યાનમાં લઇ મેં માર્ગદર્શન આપ્યું.