સુરત : દાદરા નગર હવેલીના ( Dadara Nagar Haveli) મસાટના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સન પ્લાસ્ટ નામની પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતી કંપનીમાં આજે માલ સામાનને ઉપર નીચે લઈ જવા માટેના ઉપયોગમાં લેવાતી લીફ્ટમાં સામાન ઉપરથી નીચે આવી રહ્યો હતો. તે દરમિયાન કામદારનું માથું લીફ્ટમાં આવી જતાં કામદારૂનું કરૂણ મોત નિપજ્યું હતું.
- સામાન ભરેલી લીફ્ટ નીચે આવતા કામદાર નીચેથી લીફટ તરફ જોઈ રહ્યો હતો ત્યારે લીફ્ટ તેના ઉપર પડતાં માથુ ધડથી અલગ થઈ ગયું
એ દરમ્યાન નીચે ઉભેલો 27 વર્ષિય કામદાર સાગર શર્મા (રહે. મસાટ) લીફ્ટના ભાગે નીચેથી ઉપર જોઈ રહ્યો હતો. એ દરમ્યાન લીફટ ભારે ભરખમ માલસામના સાથે અચાનક નીચે આવી જતાં તે લીફ્ટ નીચે ચકદાય ગયો હતો. અને તેની માંથુ ધડથી છૂટું પડી જવા પામ્યું હતું. ઘટનાની જાણ અન્ય કામદારો અને સંચાલકોને થતાં તેઓ તુરંત દોડી આવ્યા હતા. બનાવની જાણ તુરંત દાનહ પોલીસને કરતાં પોલીસ એસ.ડી.પી.ઓ. સિધ્ધાર્થ જૈન સહીતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતક કામદારની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી છે.
આ ઘટનામાં મૃતક કામદારની ભૂલ હતી કે કંપની સંચાલકોની બેદરકારીને લઈને આ ઘટના સર્જાય છે એ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે કંપનીમાં માલ સામન ઉપર નીચે લઈ જવાના ઉપયોગ માટે જે લીફ્ટ મુકવામાં આવી છે. એ માટેની પરવાનગી કંપની સંચાલકોએ લીધી છે કે કેમ એ પણ ચકાસવાનું કાર્ય પોલીસે હાથ ધર્યું છે.
પારડી હાઈવે બ્રિજ પર ઉભેલા ટેમ્પા પાછળ અથડાતા ડમ્પરના કેબીનનો ભુક્કો
પારડી : પારડીના ખડકી ગામે ને.હા. 48 સાઈ મંદિર સામે ઓવરબ્રિજ ચઢતા ખામી સર્જાયેલા ઉભેલો ટેમ્પોને પાછળથી ડમ્પર ચાલકે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પામાં અચાનક ખામી સર્જાતા ચાલક રશિક ઉમર મલેક (રહે. આણંદ) ટેમ્પાને વચ્ચેના ટ્રેક પર છોડી કારીગર લેવા માટે ગેરેજમાં ગયો હતો. તે દરમ્યાન કોલસા ભરેલું ડમ્પર નં. GJ.16. AV.9779 ના ચાલકે પાછળથી બેફામ હંકારી લાવી ઉભેલા ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં કેબીનનો ભુક્કો બોલાઈ જતા ડમ્પર ચાલક ધર્મેન્દ્ર પટેલ (રહે. સુરત) કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને રાહદારીઓએ ફસાયેલા ચાલકને બહાર કાઢવાના ભારે પ્રયાસ કર્યો હતો. અન્ય ટેમ્પોને બોલાવી ચગદાયઈ ગયેલી કેબિનને બાંધીને ખેંચી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલક ધર્મેન્દ્રને પારડી સીએચસી અને બાદમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.