સુરત: ઇન્ડિગો(indigo) એરલાઇન્સ(Airlines)ની ગોવા -સુરતની ફ્લાઇટ(Flight) માટે સુરત(Surat) એરપોર્ટ(Airport)ના રનવે(Runway) પહેલા પૂરતો એપ્રોચ નહીં બનતાં વિમાનના પાયલટએ પેસેન્જર સેફટીના નિયમોનો હવાલો આપી વિમાન રનવે પાસે લાવી લેન્ડિંગ કરવાને બદલે ફરી ટેક ઓફ કરી દીધી હતું. સુરત એરપોર્ટ નજીક આવતાં વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની પાયલટની સૂચના પછી રનવે નજીક આવી ફરી ટેકઓફ થઈ જતાં પેસેન્જરોના જીવ ટાળવે ચોટયા હતાં. જોકે કોઈ પેસેન્જરને કોઈપણ પ્રકારની હાની પહોંચી ન હતી.
લેન્ડિંગની સૂચના મળ્યા બાદ પ્રોપર એપ્રોચ નહીં મળતા પાયલટે ફ્લાઇટ ફરી ટેકઓફ કરી
પેસેન્જરોએ ફરિયાદ કરી હતી કે રવિવારે ગોવા એરપોર્ટથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ ગોવાથી સુરત જવા 17:15 કલાકે ઉપડી હતી. સુરત એરપોર્ટ પર 18:35 કલાકે લેન્ડ થવાની જાહેરાત થયા પછી પાયલટે ફલાઈટને લેન્ડિંગ માટે રનવે સુધી લાવી પ્રોપર એપ્રોચ નહીં મળ્યો હોવાથી ફરી ટેકઓફ કરી હતી. એ પછી સુરત એરપોર્ટની નજીકના વિસ્તારનો ચકરાવો લઈ રાતે 18 :55 કલાકે ફ્લાઇટનું સેફ લેન્ડિંગ કરાવ્યું હતું.આ ઘટનાને લીધે ફ્લાઇટ 20 મિનિટ મોડી લેન્ડ થઈ હતી. એપ્રોચ મિસ થતાં કોન્ફિડન્ટના અભાવે પાયલટે ફ્લાઈટ ફરી ટેકઓફ કરવાનો નિર્ણય લીધો હતો. ગોવાથી આવેલી ઇન્ડિગોની આ ફ્લાઈટને એને લીધે ચકરાવો લેવો પડ્યો હતો.
શું કહે છે ડિજીસીએનો નિયમ
ડિજીસીએના નિયમ મુજબ પ્રોપર એપ્રોચ ન મળે તો પાયલટે પેસેન્જર સેફટી માટે ફ્લાઈટ સલામતી પૂર્વક ટેકઓફ કરવાની હોય છે.આ કિસ્સામાં પાયલટને ફ્લાઈટ લેન્ડિંગ કરવાનું યોગ્ય નહીં લાગ્યું હશે એટલે પોતાના વિવેકથી નિર્ણય લઈ લેન્ડિંગ માટે રનવે સુધી આવેલી ફ્લાઈટ ટેકઓફ કરી હોય શકે છે.
એરપોર્ટના નિરીક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર સુરત આવશે
સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી તા. 10મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવશે તેવી વિગતો સામે આવી છે. વડાપ્રધાન નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ જવા પહેલાં સુરત એરપોર્ટ પર તેમના બોઈંગ વિમાનમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની ખૂબ નજીક છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાર બાદ જ સુરત એરપોર્ટનું ડેવલપમેન્ટ ઝડપથી આગળ વધ્યું છે. વડાપ્રધાન અવારનવાર સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ વિશે વિગતો મેળવતા રહે છે. મોદી પોતાના સત્તાવાર વીવીઆઈપી બોઈંગ 777 (Boeing 777 ) વિમાનમાં (plane) સુરત આવનાર હોવાથી સુરત એરપોર્ટ માટે આ પહેલો એવો પ્રસંગ બનશે કે જ્યારે પ્રથમ વખત બોઈંગ 777 જેવું મોટું વિમાન સુરત એરપોર્ટ પર ઉતરશે.