Sports

IPLની કલોઝિંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર મચાવશે ધમાલ, સ્ટેડિયમમાં ગૂંજશે ગરબા

મુંબઇ: IPL કે જેને ભારતનો (India) તહેવાર કહેવામાં આવે છે તે આવતીકાલે એટલે કે 29 મેના રોજ ગુજરાતના (Gujarat) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ફાઇનલ મેચને લઇને તમામ ચાહકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. IPLની ફાઇનલમાં આ વખતે ‘ગુજરાત ટાઇટન્સ’ (Gujarat Titans) અને ‘રાજસ્થાન રોયલ્સ’ (Rajasthan Royals) વચ્ચે ટક્કર થવાની છે. ફાઇનલ મેચ પહેલાં IPL 2022 ક્લોઝિંગ સેરેમની યોજાશે. જેમાં મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર અને ક્રૂ ડાન્સર રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત આ સેરેમનીમાં બોલીવુડના બે સેલિબ્રિટીઓ પણ ધમાલ મચાવશે. તેમજ સ્ટેડિયમમાં ગુજરાતી ગરબાની રમઝટ પણ જામશે.

આઈપીએલની આ 15મી સિઝન કંઈક ખાસ બનશે. કારણ કે આ સીઝનમાં 5 વર્ષ બાદ કલોઝિંગ સેરેમનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેને લઈને લોકોનો ઉત્સાહ ચરમસીમાંએ પહોંચી ગયો છે. આ કલોઝિંગ સેરેમની ગુજરાતમાં થવાની છે તો આમાં ગરબા કેમ ભુલાય. આ સેરેમનીમા ગરબાની પણ રમઝટ જામશે. આ ઉપરાંત બોલીવુડનાં બે સિતારાઓ પણ સેરેમાનીમાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રણવીર સિંહ અને એઆર રહેમાન ફાઇનલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપવાના છે.

સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે ફાઈનલને લઈને ઘણા ખુલાસા કર્યા. બોર્ડ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે એક શોનું પણ આયોજન કરી રહ્યું છે, જેમાં છેલ્લા સાત દાયકામાં ભારતીય ક્રિકેટની સફર દર્શાવવામાં આવશે. ગાંગુલીએ કહ્યુ કે અમદાવાદમાં ફાઈનલની યજમાની સાથે, અમે એક ખાસ શો સાથે ભારતીય ક્રિકેટની સફર દર્શાવીને દેશની 75મી આઝાદીની ઉજવણી કરીશું.

IPL 2022માં રણવીર અને AR રહેમાનની એન્ટ્રી
આ ખાસ કાર્યક્રમમાં જય શાહ, BCCI સેક્રેટરી સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હાજરી આપે તેવી શક્યતા છે. IPL 2022નો સમગ્ર સમાપન સમારોહ માત્ર 45 મિનિટનો હોઈ શકે છે. જેમાં રણવીર સિંહ અને એઆર રહેમાન બંને પોતાના જોરદાર અભિનયથી ચમકતા જોવા મળશે.

‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર લોન્ચ થશે
રણવીર સિંહ અને AR રહેમાનના પ્રદર્શન ઉપરાંત, આમિર ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ના અંતિમ દિવસે તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું ટ્રેલર લોન્ચ કરવાના છે. જો કે સતત વિવાદોમાં રહેતી આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે એ લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે. આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Most Popular

To Top