Trending

એક પ્રેમ કહાની આવી પણ: 19 વર્ષના યુવકે 76 વર્ષની દાદીને પ્રપોઝ કર્યું

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો અને તસ્વીરો વાઇરલ થતી હોય છે. ત્યારે 19 વર્ષના યુવક અને 76 વર્ષની મહિલાની પ્કરપોઝ કરતી તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં વાત 19 વર્ષીય યુવકે અને 76 વર્ષની મહિલાએ સાચી સાબિત કરીને બતાવી છે.

19 વર્ષના યુવકે 76 વર્ષની મહિલાને પ્રપોઝ કર્યું
1
9 વર્ષના યુવકે 76 વર્ષની મહિલાને પ્રપોઝ કરી લોકોને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ તસ્વીરોમાં એક 19 વર્ષનો યુવક તેના ઘૂંટણ પર બેસીને 76 વર્ષની મહિલાને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. વાઇરલ થઈ રહેલી આ તસ્વીરોમાં મહિલાના હાથમાં લાલ રંગના હાર્ટશેપનાં ફુગ્ગા જોવા મળી રહ્યા છે અને મહિલા ખુશ દેખાઈ રહી છે. આ તસવીરો વાઇરલ થતાં તેના પર લોકો પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કેટલાક લોકો યુવકને ટ્રોલ પણ કરી રહ્યા છે.

જિયુસેપે ટ્રોલ્સને જવાબ આપ્યા
પ્રપોઝ કરનાર 19 વર્ષના યુવકનું નામ જિયુસેપ છે. સોશિયલ મીડિયા પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણો ફેમશ છે. જિયુસેપે સોશિયલ મીડિયા પર 76 વર્ષની મહિલાની સાથેનો તેનો એક વીડિયો શેર કર્યો હતો જેને જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ. તેને પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ‘આ તો માત્ર એક લાંબા સફરની શરૂઆત છે. આ સફર આગળ પણ ચાલુ રહેશે, તેવું જિયુસેપનું વચન છે.’ આ વિડિયોમાં જિયુસેપ તેના ઘૂંટણ પર બેસીને તેની દાદીની ઉંમરની મહિલાને પ્રપોઝ કરતો નજરે પડ્યો હતો. આ જોઈ ગણા લોકોએ તેને ટ્રોલ પણ કરી રહ્યા હતા. ત્યારે જિયુસેપે ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું હતું કે તેમનો પ્રેમ સાચો છે અને તેમનો સંબંધો આગળ પણ ચાલુ રહેશે.

આ કપલ વચ્ચે ઉંમરમાં 57 વર્ષનું અંતર છે
આ કપલ વચ્ચે ઉંમરમાં 57 વર્ષનું અંતર છે, જેને લઈને લોકો વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આશ્ચર્યચકિત થઈને આ કપલની ટીકાઓ કરતાં કહ્યું હતું કે આ યુવક તેની દાદીની ઉંમરની મહિલાને પસંદ કરે છે! બીજા એક યુઝરે ઉંમરનો તફાવત પણ મહત્ત્વપૂર્ણ છે એવું કહ્યું. છતાં પણ 19 વર્ષીય જિયુસેપએ દુનિયાના લોકોની પરવા કર્યા વગર જ મહિલા સાથે પોતાનો ફોટો શેર કરવાનું ચાલુ રાખ્યું છે.

Most Popular

To Top