Vadodara

સાયબર ક્રાઈમ પર રોક લગાવવા મોબાઈલ ફોનનું રજિસ્ટર મેન્ટેન રાખો : મેઘા તેવાર

વડોદરા : વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જાય છે. ગુનાઓ વધે નહિ તે માટે પોલીસ એસીપી મેઘા તિવારીએ સાયબર ના ગુનાઓ વધે નથી તે માટે રાવપુરા અને નવાપુરા મોબાઈલના વેપારી સાથે બેઠક યોજી હતી. તેમને સાયબર ગુના વધે નહિ તે માટે જુના, નવા કે રીપેરીંગ કરવા માટે આવતા મોબાઈલ ધારકો નું  રજીસ્ટર મેન્ટેન કરવા જણાવ્યું હતું. જેથી સાયબર કે ચોરીના ગુનાઓ પર અંકુશ રાખી શકાય.

વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર ગુનાઓ વધતા જ જાય છે. તેથી વડોદરા પોલીસ ગુનાઓ વધુ વધે નહિ તે માટે તેમને મોબાઈલ ના વેપારીઓને જુના નવા કે રીપેરીંગ માટે આવેલ ગ્રાહકોના ડોક્યુમેન્ટ લેવા જણાવ્યું હતું અને રજીસ્ટર મેન્ટેન કરવાનું કહ્યું હતું. જેથી મોબાઈલના વેપારીઓ પર કોઈ પણ જાતની સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવણી થાય નહિ. સાયબર ગુનાઓ પર અંકુશ લાવી શકાય. વેપારીઓને જણાવ્યું હતું કે જુના કે નવા મોબાઈલ લેવા કે વેચવા ગ્રાહક આવે તો તેમને મોબાઈલના ઇએમઆઈ નંબર, કોન્ટેક્ટ નંબર, આધાર કાર્ડ તથા જરૂરિયાત ડોક્યુમેન્ટ લેવા જણાવ્યું હતું. તદુપરાંત રીપેરીંગ કરવા આવેલ ગ્રાહક પાસેથી મોબાઈલના ઇએમઆઈ નંબર, કોન્ટેક્ટ નંબર, આધાર કાર્ડ તથા જરૂરિયાત ડોક્યુમેન્ટ લેવા કહ્યું હતું. જેથી વડોદરા શહેરમાં મોબાઈલ દ્વારા થતા સાયબર ક્રાઈમના ગુનાઓ શોધવામાં સફળતા મળી શકે.

પોલીસના આ પ્રયાસથી વડોદરા શહેરમાં થતા ગુનાઓમાં વેપારીઓને પણ કોઈ હાલાકીનો સામનો કરવા પડે નહી. વેપારીઓ દ્વારા જો આવા રજિસ્ટર બનાવવામાં આવે તો પોલીસને સાયબર ક્રાઈમના ગુનાઓ શોધવામાં સરળતા રહે છે. કોઈ ગ્રાહક દ્વારા વેપારીઓને આપવામાં આવેલ જુના કે નવા મોબાઈલ લેવા વેચવા આવે ત્યારે તમેની પાસેથી આધાર કાર્ડ ફરજીયાત લેવું તથા રજીસ્ટર મેન્ટેન કરવું જોઈએ. તેમજ રીપેરીંગ માટે આવતા મોબાઈલનું પણ રજીસ્ટર મેન્ટેન કરવું. જેથી વડોદરા શહેરમાં થતા સાયબર ગુનાઓ પર અંકુશ રાખી શકાય.

રજિસ્ટર મેન્ટેન નહી રાખે તો ગુનો દાખલ કરાશે
ગ્રાહક ચોરીનો મોબાઈલ વેચવા આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અથવા પોલીસ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવો જેથી આવા ચોરીના મોબાઈલ વેચાણ કરતા અને ખરીદનારને ઝડપી પાડી શકાય. વેપારીઓને રજીસ્ટર બનાવવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. જો વેપારીઓ પાસે જુના, નવા કે રીપીરીંગ મોબાઈલ રજીસ્ટર બનાવવવા નહી આવે તો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. – મેઘા તેવાર, ACP

નિર્ણય વેપારીના હિતમાં છે
મોબાઈલ ખરીદનાર-વેચનારની માહિતી વેપારી પાસે હોવી જોઈએ. પોલીસનો નિર્ણય વેપારીના હિતમાં જ છે. આ નિયમથી વેપારીઓ ફસાશે નહિ. – સુનીલભાઈ, વેપારી રાવપુરા
સ્ક્રેપના મોબાઈલની પણ માહિતી રાખો
સ્ક્રેપ થયેલ મોબાઈલ વેચવા આવે તેમની માહિતી રાખો. પોલીસ દ્વાર ગમે ત્યારે રજીસ્ટર ચેક કરવામાં આવશે જો રજીસ્ટર નહી હોય તો ગુનો નોધશે. કોઈ ગરીબના મોબાઈલ તેમને પાછો મળશે. – ચેતનભાઈ, વેપારી નવાપુરા

Most Popular

To Top