Madhya Gujarat

અમિત શાહની સભામાં ભીડ એકત્રિત કરવાનું કામ પોલીસના શીરે

આણંદ : નડિયાદ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકત્ર કરવા માટે વિવિધ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ પણ બાકાત રહ્યું નથી. આણંદના સંગઠનમાં ચાલતી સાંઠમારીમાં આ જવાબદારીભર્યા કામમાં વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ પણ દોડતું થયું છે. સુરક્ષા સાથે જનમેદનીની બેવડી જવાબદારી વચ્ચે પોલીસના અધિકારીઓ દોડધામ કરતા જોવા મળે છે.

આણંદ જિલ્લામાંથી ભારે જનમેદની એકત્ર કરીને સભા સ્થળે લઈ જવાની કામગીરી જિલ્લા પોલીસના માથે ઠોકી દેવામાં આવી છે. કારણ કે અમિત શાહ પોલીસ આવાસ યોજનાના કામોનું પણ લોકાર્પણ કરસે. જેથી હવે આણંદ જિલ્લાભરની પોલીસ અને દરેક તાલુકા મથકો તથા ગામડાઓ દીઠ સરકારી બસો ફાળવવામાં આવી છે, આણંદ જિલ્લાના આઠ તાલુકાઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં અંદાજીત 100 જેટલી બસ પોલીસ વિભાગને ફાળવી છે અને તેમાં ફરજિયાત પણે આખી બસ ભરીને માણસો ભેગા કરીને સભાસ્થળ સુધી લઈ જવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

જિલ્લાભરના સ્થાનિક પોલીસ તંત્રમાં હવે આ કામગીરીથી નવાઈ થવા પામી છે, વર્ષોથી ગુના, લૂંટફાટ, બંદોબસ્ત તથા સુરક્ષા અને ટ્રાફિક સહિતની અનેક કામગીરીમાં વ્યસ્ત રહેતી પોલીસને હવે ભીડ કંઈથી ભેગી કરવી ? તેમ તે પ્રશ્ન મુજવી રહ્યો છે. જિલ્લાભરના તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ પોલીસ તંત્રના કર્મચારીઓને પણ ભીડ ભેગી કરવાના આદેશો અપાયા છે. તો હવે તેવો પણ સ્થાનિક કાઉન્સીલરો કે ભાજપના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે અને પોતાના તેમના વિસ્તારમાંથી બસ ભરાય તેટલા માણસોની ગોઠવણ કરી આપો તેવું પણ જણાવી રહ્યા છે. સામાન્ય જનતા પોલીસના નામથી જ થર કંપતી હોય છે ત્યારે હવે પોલીસ દ્વારા જ ફરજિયાત સભામાં જવાના આ દેશમાં છૂટી જતાં સૌ કોઈ મુંઝવી રહ્યાં છે.

Most Popular

To Top