Dakshin Gujarat

નવસારી રેલવે સ્ટેશન પાસેની રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી વંદો નીકળ્યો

નવસારી : નવસારી(Navsari)ના રેલવે સ્ટેશન(Railway Station) પાસે આવેલી રેસ્ટોરન્ટ(Restaurant)માં પુલાવ(Pulao)માંથી વંદો(Cockroach) નીકળ્યો હોવાનો વિડીયો(Video) વાઇરલ થયો છે. સાથે જ ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • વિડીયો વાઇરલ થયો, ગ્રાહકની રેસ્ટોરન્ટના સંચાલક સામે કાર્યવાહીની માંગ
  • રેસ્ટોરન્ટનાં સંચાલકે ઘટનાને સામાન્ય ગણાવી
    યુવકે વિડીયો વાયરલ કરી રેસ્ટોરન્ટના સંચાલક સામે કાર્યવાહી કરવા માંગ કરી

નવસારીની પ્રજા ખાવાની શોખીન છે. રાત્રે જમ્યા પછી પણ કંઈકને કંઈક ખાવા અથવા કોલ્ડ્રિંક્સ પીવા માટે નીકળતા હોય છે. તો કેટલાક લોકો બહાર રેસ્ટોરન્ટ કે લારીઓ ઉપર ખાવા માટે જાય છે. નવસારીના રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓ સાંજે 5 વાગ્યેથી લઈ રાત્રે 12 વાગ્યે સુધી ચાલતી જ હોય છે. અને લોકો ખાવા માટે જતા હોય છે. નવસારી રેલવે સ્ટેશન પાસે રેસ્ટોરન્ટ આવેલુ છે. જે ઘણા વર્ષો જૂનું છે. જેથી રાત્રી દરમિયાન ઘણા લોકો તે રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાય છે. ખાસ કરીને નવસારીની પશ્ચિમ ભાગમાં રહેતા લોકો વધુ આવતા હોય છે. તેમજ રેસ્ટોરન્ટ જૂનું હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો પણ આવતા હોય છે.

સંચાલકે વિડીયો વાયરલ નહી કરવા જણાવ્યું
ગત રાત્રે એક યુવાન રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયો હતો. જ્યાં તેને પુલાવ મંગાવ્યો હતો. જેથી રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકોએ તે યુવાનને પુલાવ આપ્યો હતો. પરંતુ તે યુવાન પુલાવ ખાવા જતા તેમાંથી વંદો નીકળ્યો હતો. જેનો વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. આ બાબતે રેસ્ટોરન્ટના સંચાલકોને જાણ કરતા તેમણે પુલાવમાંથી વંદો નીકળવાની ઘટનાને સામાન્ય હોવાનું કહ્યું હતું. અને વિડીયો વાઇરલ નહીં કરવા માટે તે યુવાનને જણાવ્યું હતું. પરંતુ તે યુવાને રેસ્ટોરન્ટના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અમદાવાદમાં કોકમાંથી નીકળી હતી ગરોળી
ઉલ્લેખનીય છે અગાઉ અમદાવાદ શહેરમાં પણ આજ પ્રકારે કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળી હતી. મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીતાં જ ગરોળી ઉપર આવી હતી. જેથી યુવકે હોબાળો મચાવ્યો હતો. ઘટના બાદ AMCએ રેસ્ટોરન્ટ સીલ કરી હતી. ગ્રાહકે જણાવ્યું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી, પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી.

Most Popular

To Top