Comments

ભાજપ સમાધાનકારી વલણ અપનાવે

જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો હવે જીવંત બની ગયો છે અને અયોધ્યાની જેમ દાયકાઓ સુધી નહીં તો વર્ષો સુધી આ મુદ્દો આપણી વચ્ચે રહેશે. પત્રકાર બરખા દત્ત સાથેની એક મુલાકાતમાં હૈદરાબાદની નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝન મુસ્તુફાએ આ મુદ્દાની કાનૂની બાજીઓની ચર્ચા કરી હતી. બાબરી મસ્જિદના મુદ્દે જયારે ખૂબ ગરમાટો હતો ત્યારે સંસદે પસાર કરેલા પ્લેસીઝ ઓફ વર્શિપ કાયદાથી કાશીની જાહેર મસ્જિદોને રક્ષણ મળશે એવી માન્યતા છે. મુસ્તુફાએ કહ્યું કે આવું બને જ એ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટ આ કાયદો રદ કરી શકે છે કારણ કે તેમાં ન્યાયી સમીક્ષા માટે જોગવાઇ નથી.

એનો અર્થ એ થયો કે પૂજાનું કોઇ પણ સ્થળ અત્યારે જે છે તેની પહેલાં ખરેખર એક મસ્જિદ હતી, મંદિર હતું, ગુરુદ્વારા હતું કે ચર્ચ હતું તે નકકી કરવામાંથી ન્યાયાધીશોને બાકાત રાખવામાં આવ્યા છે અને આ વાતે બેઝિક ડોકટ્રાઇનેની વિરુધ્ધમાં છે અને આ જ મુદ્દા પર પ્લેસીઝ ઓફ વર્શિપ એકટ યાને કે પૂજા સ્થળનો કાયદો રદ થઇ શકે છે અને તેથી કાશીવિવાદ પણ અયોધ્યાના માર્ગે જઇ શકે છે. બીજું, સંસદને પ્લેસિસ ઓફ વર્શિપ કાયદો પાછો ખેંચવાનો અધિકાર છે અને ભારતીય જનતા પક્ષનાં કેટલાંક લોકો આવી માગણી પણ કરી રહ્યાં છે. સંસદમાં સભ્યોની સંખ્યા જોતાં આ શકય છે. મુસ્તફાએ પછી કહ્યું કે મુસલમાનો માટે ખરેખર કોઇ કાયદાકીય રક્ષણ નથી અને તેમણે હિંદુઓ સાથે સમાધાનની પ્રક્રિયા અજમાવવી જોઇએ. આનો અર્થ એ થયો કે મુસલમાનોએ પ્રશ્નોનો કાયમી ધોરણે ખાત્મો કરવા કેટલીક મસ્જિદો છોડી દેવી જોઇએ.

મારે બેંગ્લોર ઇન્ટરનેશનલ સેન્ટરમાં પત્રકાર સઇદ નકવી સાથે ચર્ચા થઇ હતી. તેમણે પણ એવું સૂચન કર્યું હતું કે પાકિસ્તાન ઇસ્લામી રાજય બનતાં હિંદુઓ વ્યથિત થઇ ગયાં છે. ભારત બિનસાંપ્રદાયિક રહ્યું છે. ભારતને વિધિવત્‌ રીતે હિંદુ રાષ્ટ્ર બનાવવામાં આવે તો હિંદુઓની તે પ્રકારની વ્યથા દૂર થઇ જાય. ભારત માટે તે સ્થિતિ વધુ સારી બને. બ્રિટન એંગ્લિકન શાસકોનું સત્તાવાર રીતે રાષ્ટ્ર છે પણ ઋષિશુનક અને સાજિદ જાવિદ જેવી વ્યકિતઓ ઉચ્ચ પદ પર આવી શકે. જેવું ભારતમાં નથી બનતું. બંને – મુસ્તફા અને નકવી અર્થપૂર્ણ, જ્ઞાની અને અનુભવી છે. તેઓ જે કહે છે તેને અવગણવા જેવું નથી. તેમની વાત પર ગંભીરતાથી વિચાર કરવાનો છે. માટે અહીં કેટલાંક પાસાંઓ જોવાં છે. હિંદુઓ પોતાના જ બંધારણથી વ્યથિત છે? અયોધ્યામાં જે કંઇ બન્યું અને કાશીમાં જે કંઇ બની રહ્યું છે તેની પાછળ વ્યથાની ઐતિહાસિક લાગણી છે?

કદાચ  આ ઘટનાઓ સમજવા માટે આપણે ધારી લઇએ કે આવી જ હકીકત છે. હવે અહીં જે કંઇ આવે છે તેમાં આપણે જોવાનું છે કે આપણી આસપાસ શું બની રહ્યું છે. અને તેને અદાલતમાં નવા વિવાદ સાથે સાંકળવાનું છે. ૨૦૧૪ થી અને ખાસ કરીને ૨૦૧૯ થી આપણે ભારતીય જનતા પક્ષ તરફથી રાજયનાં પગલા જોંયાં છે જેનું નિશાન મુસલમાનો છે. તલાકને ગુનાનું સ્વરૂપ, કાશ્મીરના રાજયત્વનું વિલોપન કરી તેની લોકશાહી અને સ્વાયત્તતા ખતમ કરવી, ગૌમાંસ કબ્જામાં હોય તેને ગુનો ગણવો, હિજાબ પર પ્રતિબંધ, ચોકકસ જગ્યાએ નમાઝ પર પ્રતિબંધ, મંદિરો પાસે મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ, કોવિડના ફેલાવા માટે મુસ્લિમોને દોષી ગણવા, મોટે ભાગે મુસ્લિમ ઘર અને દુકાનો સામે બુલડોઝરનો ઉપયોગ…. આ બધી બાબતો દેશને વ્યસ્ત રાખે છે અને છેલ્લા ૩૬ મહિનાથી આ જ સમાચાર બને છે.

મુસ્તફા અને નકવી શું કહે છે તે સાંભળવા માટે પણ આપણે ધારી લેવું જોઇશે કે ઉપર જણાવેલી બાબતો પણ હિંદુઓની સાંપ્રદાયિક રાજય સામે ચોંટેલી ઉગ્ર લાગણી છે અને મોગલો સામેની તેમની ઐતિહાસિક વ્યથાનું પરિણામ છે. આવું છે? મારે અહીં તેનો જવાબ નથી આપવો. આપણે દરેકે પોતાની જાતને પ્રશ્ન કરવો પડશે કે ખરેખર કોઇ કેન્દ્રવર્તી મુદ્દો છે તો શું છે? આપણે આપણા દેશનું નામ સત્તાવાર રીતે બદલી હિંદુ રાષ્ટ્ર થઇએ અને મુસ્લિમો સાથેના વર્તાવ અને રાજકીય સત્તામાં તેમની કરી બદલીએ તો?

સુનાક ને જાવિદ બ્રિટનમાં આવી શકે તો દેશનું નામ બદલવાથી પણ તેમને બહાર રાખવાની વાસ્તવિકતા પણ બદલાશે? વિચારો. દરેકને તેમની ધાર્મિક ઓળખ આપવામાં અને હિંદુ સમાજ અને મુસલમાન સમાજ તરીકે સમાજ જોવામાં પણ સમસ્યા છે. સામુહિક ઓળખ આદિ સમાજની નિશાની છે. લોકશાહીમાં સૌથી મહત્ત્વનું એકમ વ્યકિત છે, જેને એવા અધિકાર છે જેનો રાજયે આદર કરવો ઘટે. વ્યકિત એટલે જૂથથી અલગ માનવી. મૂળભૂત અધિકારો વ્યકિતને હોય છે, જે આપણે બંધારણમાં આપેલા છે, જેનો કોઇ વ્યકિતને ઇન્કાર ન થઇ શકે અને રાજય કોઇ પણ નાગરિક સામે ભેદભાવ નહીં રાખી શકે. (બંધારણની કલમ-૧૫).

આ મુદ્દાઓની વિચારણા કરવાની છે. આપણી સમક્ષ બે અર્થપૂર્ણ માનવીઓએ વાત કરી છે કે સમાધાનરૂપે શું કરવું જોઇએ. ભારતીય જનતા પક્ષ માટે તે સારું રહેશે કારણ કે તે સરકારમાં છે અને પોતાને શું જોઇએ છે તે કહેવા ઝુંબેશ, કાયદા અને નીતિઓમાં તે મોખરે રહ્યો છે. દુશ્મનાવટ, વૈમનસ્ય અને હિંસાનો અંત કેવી રીતે આવે? જાણવાનું સારું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top