વડોદરા : વિકાસને વેગ આપવા માટે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે રાત્રી દરમિયાન દબાણો તોડવા ટેવાયેલ પાલિકા તંત્ર વધુ એક વખત ધાર્મિક સ્થાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં વર્ષો જૂનું મંદિર અને દરગાહ વહેલી સવારે પોલીસના બંદોબસ્ત સાથે ધ્વંસ કરી દેવાતા વિસ્તારના લોકોમાં તંત્ર સામે ભારે રોષ
ફેલાયો છે. વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશીપની સામે આવેલી ઝુપડપટ્ટીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.એમાં બાકી બચેલા મંદિર અને દરગાહના માલિકોને નોટિસ આપવામાં આવી હતી કે બુલેટ ટ્રેન દોડાવવા માટે મંદિર અને દરગાહને દૂર કરવામાં આવશે.જેને લઇ હિન્દુ સંગઠનો દ્વારા રાત્રી દરમિયાન વિરોધ પણ કરવામાં આવ્યો હતો.તેમજ મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.જોકે આ વિરોધના વંટોળ વચ્ચે પણ વહેલી સવારના સુમારે સાડા પાંચ વાગ્યે તંત્ર જેસીબી સાથે પહોંચ્યું હતું અને જોતજોતામાં દરગાહ અને મંદિરને ધ્વંસ કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોના વિરોધની અવગણના કરીને પોલીસે પણ આ મામલે કડક કાર્યવાહી કરી હતી. લોકોના ધર્મને ઠેસ પહોંચાડે તેવી બાબત કહેવાય કદાચ સરકારને કોઈપણ વિભાગ જરૂરિયાત ઉપસ્થિત થાય મંદિર હટાવવાની તો તેમણે જે તે ધર્મના ધર્મસ્થાન હોય તે ધર્મના લોકોને વિશ્વાસમાં લઈ અને યોગ્ય પ્રક્રિયા કરી બીજી જગ્યાએ ફાળવણી કરી ત્યાં સ્થાપિત કરી શકે એવું કરવું જોઈએ. પરંતુ આ જે કર્યું તે અયોગ્ય છે.ખોટું છે બીજી બાબત કે સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ નો કાયદો છે એમણે નિર્ણય આપ્યો છે કે વર્ષો જૂના 70 થી 100 વર્ષ જૂના ધાર્મિક સ્થાનો હોય એમને તોડવા ન જોઈએ તેમ છતાં પણ એવું બને કે જરૂરિયાત ઉપસ્થિત થાય પ્રગતિ વિકાસ કાર્ય ની અંદર તો તેને હટાવવા માટે સંમતિ જે તે ધર્મસ્થાનના લોકોને વિશ્વાસમાં લઇ અને વિશ્વાસ આપી બીજી જગ્યાએ ફાળવણી કરી એ સુવિધા આપવી જોઈએ.હાલ તો સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન દોડાવવા માટેનું જે સપનું છે અને તે માટે આ દબાણ હટાવવવું જરૂરી હતું તેમ અધિકારીઓનું કહેવું છે.