Vadodara

ટુંકા ગાળામાં શિ.સમિતિની કચેરીમાં રંગરોગાન કરાયું

વડોદરા : વડોદરા  મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી હાલ જે સ્થળે આવેલી છે તે ગોવિંદરાવ મધ્યવર્તી શાળાની ઇમારત વર્ષો પુરાણી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેને રંગ રોગાન કરીને નવા વાઘા પહેરાવ્યા હોય તેમ લાગી રહ્યું છે. નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરી વર્ષો પહેલા  દાંડિયાબજાર ફાયર બ્રિગેડની સામેના બિલ્ડિંગમાં હતી. ત્યારબાદ 1985માં શિક્ષણ સમિતિની કચેરી ફતેગંજ ખાતે ખસેડવામાં આવી હતી. કચેરી 1985 થી 2007 સુધી ફતેગંજમાં  રહી હતી. ત્યાર બાદ સત્તાધીશો દ્વારા  કચેરીને માર્કેટ ચાર રસ્તા ખાતે આવેલ  ગોવિંદરાવ મધ્યવર્તી શાળા ખાતે ખસેડવામાં આવી હતી.

તે પહેલાં અહીં મરાઠી, હિન્દી અને ગુજરાતી ત્રણે માધ્યમની શાળાઓ સવારે અને બપોરે બે પાળીમાં ચાલતી હતી.  જયારે અહીં કચેરી ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો તે સમયે ત્રણ માળની આ ઐતિહાસિક ઇમારતને જરૂરી સમારકામ અને અંદરની તરફથી રંગ રોગાન કરવામાં આવી હતી.  સાથે અધિકારીઓના ઓરડાઓને પણ રીનોવેશન કરવામાં  આવ્યા હતા. આ ઇમારતમાં ગાયકવાડી શાસનમાં ગાયન શાળા તરીકે ઉપયોગમાં લેવાતી હતી.  આ ઇમારત હજી પણ મજબૂત છે.   2007માં કરવામાં આવેલ રીનોવેશનમાં  સ્ટીલના સળિયા બેસાડવામાં આવ્યા હતાં.

તેમજ દીવાલોમાં પડેલી તિરાડો  અને પોપડા ઉખડયા હતા તેની યોગ્ય રીતે  મરામત કરવામાં આવી હતી. ત્યારે 8થી9 લાખના ખર્ચે રંગ રોગાન સહિત સમારકામ કરવામાં આવ્યા બાદ  શિક્ષણ સમિતિની કચેરીને ફતેગંજથી સ્થળાંતરીત કરવામાં આવી હતી.  ત્યારબાદ  2018માં ઇમારતની અંદરની બાજુ અને ઓરડાઓને વોટર પ્રુફિંગ સહિત રંગ રોગાન કરવામાં આવી હતી. આ ખર્ચો વોર્ડ કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.  આ શાળાની ઇમારતને 50 વર્ષ પહેલાં  બહારની બાજુને કેમિકલ પ્રોસેસ કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી જે હજી સુધી યથાવત છે હ કોઈક ઠેકાણે મરામત કરવી જરૂરી છે.

ત્યાર બાદ ઇમારતને બહારથી રંગવામાં આવી નથી. 2022માં આ ઇમારતને રંગ રોગાન કરવામાં આવી હતી.  ઇમારતમાં જરૂરી રીપેરીંગ કરીને ઉધઈ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ  પુનઃરંગવામાં આવી હતી જેનો ખર્ચો 9 લાખ જેટલો થયો હતો.  અધિકારીઓના ઓરડાઓમાં  કોઈ જ ફેરફાર કરાયો નથી. શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત શાસનાધિકારીની કચેરીમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાના મોટા જરૂરી ફેરફારો કરાયાછે તે વાત જુદી છે . આગામી દિવસોમાં આ ઇમારતને  પુરાતત્વ વિભાગ દ્વારા હેરિટેજ ઇમારત જાહેર કરવામાં આવે તેમ  શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

Most Popular

To Top