વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી ચાલી રહી છે. પાલિકા દ્વાર રોડ પર રહેલ વૃક્ષોની છટણી કરવાની કામગરી ચાલે છે. ત્યારે આ છટણી પાલિકા દ્વારા મજૂરોની મદદથી રોડ પર રહેલ વૃક્ષોની મેન્યુઅલી કરવામાં આવે છે. જયારે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન ખરીદવામાં આવ્યા છે. હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીનનો ઉપયોગ અનુભવી ઓપરેટરના કારણે ધૂળ ખાઈ રહ્યા છે.
આવનાર સમયમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થનાર છે. તેવા પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની કામગીરી ચાલી રહી છે. પાલિકા દ્વારા વૃક્ષોની છટણી કરવા માટે મજૂરોની મદદથી રોડ પર રહેલ વૃક્ષોની છટણી કરવામાં આવે છે. જયારે પાલિકા દ્વારા લાખો રુપીયા ખર્ચે બે શક્તિમાન હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન ખરીદવામાં આવ્યા છે. આ હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન અનુભવી ઓપરેટરની લીધે શક્તિમાન હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન ઉપયોગમાં લઇ શકતા નથી. અને પાલિકા દ્વારા મેન્યુઅલી મજૂરો દ્વારા છટણી કરાઈ છે.પાલિકાએ લાખો રુપીયાના ખર્ચે ખરીદેલા બે શક્તિમાન હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.
બે પૈકી એક હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીન સંપૂર્ણ કાર્યરત છે. જે મશીન કાર્યરત છે તે મશીન અકે મજુર દ્વારા કમાટીબાગ કે તેની આજુબાજુના વિસ્તારમાં નાની મોટી કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ અનુભવી ઓપરેટ ન હોવાને કારણે આ મશીન પણ ઉપયોગમાં લેવાતું નથી. આ મશીન ને જયારે કામમાં લેવામાં આવે છે ત્યારે તેને જે તે સ્થળે લઇ જવવા આવવા માટે ટ્રેકટરનો ઉપયોગ કરાય છે. જયારે બીજા મશીનમાં યાંત્રિક ખામીને કરને બંધ પડ્યું છે. અધિકારીઓ દ્વારા કહ્યું હતું કે મશીનના સ્પેર પાર્ટ મંગાવાની તજવીજ હાથ ધરી છે.આમ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ હાઇડ્રોલીક ટ્રીમિંગ મશીનો અનુભવી ઓપરેટર ન હોવાને કારણે ધૂળ ખાઈ રહ્યા છે.
ટ્રી કટિંગ મશીનનો અનુભવી વ્યક્તિ ઉપયોગ કરે તે જરૂરી
કોર્પોરેશનના માધ્યમથી દરેક વિભાગની જરૂરિયાત પ્રમાણે મશીનરી ખરીદવામાં આવે છે. તેના ભાગ રૂપે ગાર્ડન વિભાગમાં શકિતમાંન નામક સંસ્થાના માધ્યમથી ટ્રી કટિંગ મશીન ખરીદી કરવમાં આવ્યું હતું. તેનો ઉપયોગ વર્ષો પહેલા થતો હતો. આવનાર સમયમાં જરૂરિયાત છે. ટ્રી કટિંગ મશીન ઝડપથી કામ થાય છે. જેથી લોકોને પરેશાની ન થાય. અનુભવી વ્યકિતથી ટ્રી કટિંગ મશીન ઉયોગમાં લેવામાં આવે આવે છે. તે જરૂરિયાત છે. અમે ચકાસી રહ્યા છે. આવનાર સમયમાં તે ફરીથી તેનો ઉપયોગ થાય તેવો અમર પ્રયત્ન રહેશે. -ડો.હિતેન્દ્ર પટેલ,અધ્યક્ષ, સ્થાયી સીમિતિ, વડોદરા.