ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ને વધુ કડક બનાવીને સરકારે બેઈજિંગમાં હજારો લોકોને લૉકડાઉનમાં આવરી લઈ વધુ ત્રણ અઠવાડિયાં માટે લૉકડાઉન લંબાવ્યું છે. ચીનમાં ૧૬ મી મે ના રોજ નવા ૧૧૦૦ કેસ નોંધાયા હતા, જેમાં ૮૦૦ શાંઘાઈમાં હતા. શાંઘાઈમાં કેસ ઘટી રહ્યા છતાં પ્રતિબંધો હળવા કરવાની ધીમી ગતિથી લોકો પરેશાન છે. આજે શાંઘાઈ ચીનનું સૌથી મોટું, સૌથી ધનાઢ્ય તેમ જ અઢી કરોડથી વધુની જનસંખ્યા સાથે વિશ્વનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. ૧.૩૯ ટ્રિલિયન ડોલરના નોમિનલ જીડીપીવાળું શાંઘાઈ જો એક દેશ હોત તો તેની અર્થવ્યવસ્થા મેક્સિકો (૧.૩૨ ટ્રિ.ડોલર), ઈન્ડોનેશિયા (૧.૨૮૯ ટ્રિ.ડોલર), સાઉદી અરેબિયા (૧.૦૪૦ ટ્રિ.ડોલર) અને નેધરલેન્ડ્સ (૧.૦૧૩ ટ્રિ.ડોલર) કરતાં મોટી હોત.
માર્ચના અંતથી શાંઘાઈ લોકડાઉન હેઠળ છે. ચીનમાં કોવિડ નિયંત્રણો પ્રદેશ પ્રમાણે બદલાતાં રહ્યાં છે, પરંતુ શાંઘાઈ આમાંથી બાકાત રખાયું છે. ચીનમાં હાલમાં મળતા લગભગ તમામ નવા કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે, જે વધુ સંક્રામકતા ધરાવે છે, પરંતુ સાથે જ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં ઓછી મોર્બીડિટી અને મૃત્યુદર ધરાવે છે. સમગ્ર ચીનમાં કોરોનાથી મૃત્યુ દર અને રિકવરીનો દર જોઈએ, તો ફેબ્રુઆરીથી આ સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. તેમ છતાં આટલું કડક લોકડાઉન શા માટે?
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘નિયર ઈસ્ટર્ન આઉટ લુક’માં જેમ્સ ઓ’નીલનો એક અહેવાલ છપાયો હતો. તેમાં જણાવ્યા મુજબ ચોથી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે ચીનના બેઇજિંગમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ. સત્તાવાર રીતે તો વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે જિનપિંગના આમંત્રણ પર પુતિન ચીનમાં આવ્યા હતા, પણ તેમની મુલાકાતનું કારણ અલગ હતું. બંને મહાનુભાવોએ શ્રેણીબદ્ધ આર્થિક અને રાજકીય કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ કરાર ચીનને નવી પાઇપલાઇન થકી ગેસ પૂરો પાડવાના ૩૦-વર્ષના સોદા માટે હતો. બંને પ્રમુખો ગેસ માટે ચૂકવણી યુરોમાં કરવા સંમત થયા. અમેરિકન ડૉલરથી છુટકારો મેળવવાનો આ એક મહત્ત્વપૂર્ણ સંકેત છે.
આ મુલાકાત પછી, ચીન અને રશિયાએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, જેમાં ‘નવા યુગ’ની ઘોષણા કરવામાં આવી હતી, જે હેઠળ બંને પ્રમુખોએ એક નવા આંતરરાષ્ટ્રીય રાજકીય મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે અમેરિકાનું પ્રભુત્વ ધરાવતા એકધ્રુવીય વિશ્વને પાછળ છોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ‘નવા યુગ’માં ચીન અને રશિયા ઉપરાંત દક્ષિણનાં તેમનાં સાથી રાષ્ટ્રો દ્વારા અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓએ આટલા લાંબા સમયથી વિશ્વમાં પ્રભુત્વ જમાવ્યું હતું તે સિસ્ટમથી અલગ સિસ્ટમ બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનાં બે અઠવાડિયાં પછી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. નાટો દેશોએ પ્રતિબંધો સાથે જવાબ આપ્યો. રશિયન સૈન્ય યુક્રેનમાં પ્રવેશ્યાનાં બે અઠવાડિયાં પછી ચીને શાંઘાઈમાં લોકડાઉન કરી દીધું.
૮૦૦ થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ શાંઘાઈમાં પ્રાદેશિક મુખ્યાલય ધરાવે છે. તેમાંથી, ૧૨૧ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપનીઓ છે, જેમાં Apple, Qualcomm, General Motors, Pepsicoનો સમાવેશ થાય છે. શાંઘાઈમાં ૭૦ હજારથી વધુ વિદેશી કંપનીઓની ઓફિસ છે. લોકડાઉનને કારણે શાંઘાઈમાં ટેસ્લા, ફોક્સવેગન, જનરલ મોટર્સ, ફોર્ડ, એપલ, TSMCથી લઈને ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનિકાના ઉત્પાદનને અસર થઈ છે. શાંઘાઈ વિશ્વનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે જે દર વરસે ૪.૭ કરોડથી વધુ શિપિંગ કન્ટેનર વહન કરે છે. બે મહિનાથી શહેર લોકડાઉન હેઠળ હોવાથી આ કન્ટેનર પ્રભાવિત થયા છે.
આ પરથી જોઈ શકાય છે કે શાંઘાઈને લોકડાઉન હેઠળ નાખીને યુદ્ધ સિવાયનાં અન્ય પગલાં થકી ચીને અમેરિકન પ્રભાવ હેઠળના ક્ષેત્રમાં વૈશ્વિક દિગ્ગજોને એવા સમયે ફટકો માર્યો છે, જ્યારે તેઓ રશિયા સામેના તેમના વિનાશક પ્રતિબંધો પછી ઘરઆંગણાની તેમની અર્થવ્યવસ્થાને ફરીથી સેટ કરવા માટે પહેલેથી જ ઝઝૂમી રહ્યા છે. પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે. -ડૉ. જયનારાયણ વ્યાસ
ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ને વધુ કડક બનાવીને સરકારે બેઈજિંગમાં હજારો લોકોને લૉકડાઉનમાં આવરી લઈ વધુ ત્રણ અઠવાડિયાં માટે લૉકડાઉન લંબાવ્યું છે. ચીનમાં ૧૬ મી મે ના રોજ નવા ૧૧૦૦ કેસ નોંધાયા હતા, જેમાં ૮૦૦ શાંઘાઈમાં હતા. શાંઘાઈમાં કેસ ઘટી રહ્યા છતાં પ્રતિબંધો હળવા કરવાની ધીમી ગતિથી લોકો પરેશાન છે. આજે શાંઘાઈ ચીનનું સૌથી મોટું, સૌથી ધનાઢ્ય તેમ જ અઢી કરોડથી વધુની જનસંખ્યા સાથે વિશ્વનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. ૧.૩૯ ટ્રિલિયન ડોલરના નોમિનલ જીડીપીવાળું શાંઘાઈ જો એક દેશ હોત તો તેની અર્થવ્યવસ્થા મેક્સિકો (૧.૩૨ ટ્રિ.ડોલર), ઈન્ડોનેશિયા (૧.૨૮૯ ટ્રિ.ડોલર), સાઉદી અરેબિયા (૧.૦૪૦ ટ્રિ.ડોલર) અને નેધરલેન્ડ્સ (૧.૦૧૩ ટ્રિ.ડોલર) કરતાં મોટી હોત.
માર્ચના અંતથી શાંઘાઈ લોકડાઉન હેઠળ છે. ચીનમાં કોવિડ નિયંત્રણો પ્રદેશ પ્રમાણે બદલાતાં રહ્યાં છે, પરંતુ શાંઘાઈ આમાંથી બાકાત રખાયું છે. ચીનમાં હાલમાં મળતા લગભગ તમામ નવા કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે, જે વધુ સંક્રામકતા ધરાવે છે, પરંતુ સાથે જ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં ઓછી મોર્બીડિટી અને મૃત્યુદર ધરાવે છે. સમગ્ર ચીનમાં કોરોનાથી મૃત્યુ દર અને રિકવરીનો દર જોઈએ, તો ફેબ્રુઆરીથી આ સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. તેમ છતાં આટલું કડક લોકડાઉન શા માટે?
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘નિયર ઈસ્ટર્ન આઉટ લુક’માં જેમ્સ ઓ’નીલનો એક અહેવાલ છપાયો હતો. તેમાં જણાવ્યા મુજબ ચોથી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે ચીનના બેઇજિંગમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ. સત્તાવાર રીતે તો વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે જિનપિંગના આમંત્રણ પર પુતિન ચીનમાં આવ્યા હતા, પણ તેમની મુલાકાતનું કારણ અલગ હતું. બંને મહાનુભાવોએ શ્રેણીબદ્ધ આર્થિક અને રાજકીય કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ કરાર ચીનને નવી પાઇપલાઇન થકી ગેસ પૂરો પાડવાના ૩૦-વર્ષના સોદા માટે હતો. બંને પ્રમુખો ગેસ માટે ચૂકવણી યુરોમાં કરવા સંમત થયા. અમેરિકન ડૉલરથી છુટકારો મેળવવાનો આ એક મહત્ત્વપૂર્ણ સંકેત છે.
આ મુલાકાત પછી, ચીન અને રશિયાએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, જેમાં ‘નવા યુગ’ની ઘોષણા કરવામાં આવી હતી, જે હેઠળ બંને પ્રમુખોએ એક નવા આંતરરાષ્ટ્રીય રાજકીય મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે અમેરિકાનું પ્રભુત્વ ધરાવતા એકધ્રુવીય વિશ્વને પાછળ છોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ‘નવા યુગ’માં ચીન અને રશિયા ઉપરાંત દક્ષિણનાં તેમનાં સાથી રાષ્ટ્રો દ્વારા અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓએ આટલા લાંબા સમયથી વિશ્વમાં પ્રભુત્વ જમાવ્યું હતું તે સિસ્ટમથી અલગ સિસ્ટમ બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનાં બે અઠવાડિયાં પછી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. નાટો દેશોએ પ્રતિબંધો સાથે જવાબ આપ્યો. રશિયન સૈન્ય યુક્રેનમાં પ્રવેશ્યાનાં બે અઠવાડિયાં પછી ચીને શાંઘાઈમાં લોકડાઉન કરી દીધું.
૮૦૦ થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ શાંઘાઈમાં પ્રાદેશિક મુખ્યાલય ધરાવે છે. તેમાંથી, ૧૨૧ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપનીઓ છે, જેમાં Apple, Qualcomm, General Motors, Pepsicoનો સમાવેશ થાય છે. શાંઘાઈમાં ૭૦ હજારથી વધુ વિદેશી કંપનીઓની ઓફિસ છે. લોકડાઉનને કારણે શાંઘાઈમાં ટેસ્લા, ફોક્સવેગન, જનરલ મોટર્સ, ફોર્ડ, એપલ, TSMCથી લઈને ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનિકાના ઉત્પાદનને અસર થઈ છે. શાંઘાઈ વિશ્વનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે જે દર વરસે ૪.૭ કરોડથી વધુ શિપિંગ કન્ટેનર વહન કરે છે. બે મહિનાથી શહેર લોકડાઉન હેઠળ હોવાથી આ કન્ટેનર પ્રભાવિત થયા છે.
આ પરથી જોઈ શકાય છે કે શાંઘાઈને લોકડાઉન હેઠળ નાખીને યુદ્ધ સિવાયનાં અન્ય પગલાં થકી ચીને અમેરિકન પ્રભાવ હેઠળના ક્ષેત્રમાં વૈશ્વિક દિગ્ગજોને એવા સમયે ફટકો માર્યો છે, જ્યારે તેઓ રશિયા સામેના તેમના વિનાશક પ્રતિબંધો પછી ઘરઆંગણાની તેમની અર્થવ્યવસ્થાને ફરીથી સેટ કરવા માટે પહેલેથી જ ઝઝૂમી રહ્યા છે. પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
-ડૉ. જયનારાયણ વ્યાસ