ડેનિમ એવરગ્રીન છે. ફેશનમાં ડેનિમની સ્ટાઇલિંગ બદલાતી રહે છે પરંતુ ડેનિમ જીન્સે વોર્ડરોબમાં અને આપણા દિલમાં કાયમી સ્થાન બનાવી લીધું છે. જીન્સના અલગ અલગ શેડ્ઝ અને ડિઝાઇન દરેક મોસમમાં જોવા મળે છે. ડેનિમ દરેક અવસર માટે પરફેકટ છે. એ કોઇપણ બોરિંગ લુકમાં ટિવસ્ટ લાવે છે. ઓફિસ વેર હોય કે કેઝયુઅલ કોલેજ લુક કે પછી ડેટ લુક – ઘણા પ્રકારના ડેનિમમાંથી તમે મનપસંદ જીન્સ પસંદ કરી શકો છો. નવા લુકમાં રેડી થવું હોય તો ડેનિમને મિકસ એન્ડ મેચ કરો.
બૂટ લેગ પલાઝો પેન્ટ
આ પ્રકારના પેન્ટને હાઇ વેસ્ટ પહેરી શકો છો. લુકને કેઝયુઅલ રાખવા માટે એની સાથે લાઇટ કલરનું પ્લેન શર્ટ અને બૂટ્સ કે વ્હાઇટ સ્નીકર્સ પેર કરી શકાય.
ગ્રાફિક જીન્સ
આ કુલ અને ટ્રેન્ડી જીન્સ કેઝયુઅલ ડે માટે પરફેકટ છે. એની સાથે ક્રોપ ટોપ કે શર્ટને ટક ઇન કરીને પહેરી શકાય. ફૂટવેર ટોપ સાથે મેચ કરી શકાય.
હેર એકસેસરીઝ દ્વારા લુકને કલરફુલ બનાવો.
બોયફ્રેન્ડ જીન્સ
આ પ્રકારના જીન્સ સાથે તમે ગોળ ગળાના ટોપ ટક ઇન કરી પહેરી શકો. સાથે લોફર્સ કે સ્નીકર્સ સારા લાગશે. સ્ટેટમેન્ટ લૂક માટે બ્રોડ બેલ્ટ પહેરી શકાય. હુપ ઇઅરીંગ્સથી લુક કમ્પલીટ કરો.
કાર્ગો ડેનિમ
આ કમ્ફર્ટેબલ જીન્સ ગરમીમાં તમારું બેસ્ટ ફ્રેન્ડ બની શકે. એને ટાઇટ ફીટ રેપઅરાઉન્ડ ક્રોપ ટોપ સાથે પહેરો. એ બેલીઝ કે લોફર્સ સાથે પેર કરી શકાય. બેલ્ટ અને ઇઅરીંગ્સ તમારા લુકમાં પરફેકશન લાવશે.
હાઇ વેસ્ટ રીપ્ડ ડેનિમ
રીપ્ડ જીન્સ હાઇ વેસ્ટ હોય તો તમે એની સાથે ટેન્ક ટોપ કે ગ્રાફિક ક્રોપ ટોપ પહેરી શકો છો. પ્લેન સફેદ શર્ટ એક બાજુ અડધું ટક ઇન કરી શકાય અને સાથે હાઇ બૂટ્સ પહેરી લૂકને એલિગન્ટ બનાવી શકાય છે. આ પ્રકારના લુક સાથે સ્લીંગ બેગ પણ શોભશે. સ્કીની જીન્સ સાથે પ્લેન શીઅર કુર્તી પણ પહેરી શકાય. ફલેટ ફૂટવેર અને જવેલરી પણ એની સાથે શોભશે.
પેચ વર્ક જીન્સ
તેને ગ્રાફિક ક્રોપ ટોપ કે વન શોલ્ડર ટોપ સાથે પેર કરી શકાય. ટોપ સિંગલ કલરનું પહેરો. જીન્સમાં બે કલરના ફેબ્રિક હોવાથી આઉટફિટ આકર્ષક લાગશે. આ જીન્સ સાથે હીલવાળા બૂટ્સ પહેરી શકાય.