વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાચીન ભારતની સંસ્કૃતિ સંતો મહંતોથી ટકી રહી છે. તેમનું સાંનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ. વડોદરાના કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવની ઉજવણી થઇ રહી છે. આ મહોત્સવમા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ માધ્યમથી હરીભક્તોને તથા વડોદરાના શહેરીજનોને સંબોધન કર્યુ હતું.વડોદરા સાથે જોડાયેલા સ્મરણો તાજા કર્યા હતા. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલએ હાજર રહેલા યુવાનો તથા શેહરજનોને સંબોધન કરી યુવાનોમા રાષ્ટ્રવાદનુ ઘડતર થાય તે માટે સંતોના આશીર્વાદ ખુબ મહત્વ ના હોવાનુ જણાવ્યુ હતુ.
વડોદરાના કારેલીબાગ સ્થિત ભગવાન સ્વામિનારાયણ મંદિરના 18મા પાટોત્સવની ઉજવણી સપ્તદિનાત્મક સત્સગ જ્ઞાન યજ્ઞ શિબિરનુ આયોજન કરાયુ છે.જ્ઞાનજીવનદાસજી સ્વામિ કુડળધામના સાંનિધ્યમાં હરીભકતો તેમના સત્સંગનો લાભ લઈ રહ્યા છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુલ સંબોધન વડોદરા ની પ્રજાજનોને કર્યુ હતું. વડાપ્રધાનએ વડોદરા સાથેના તેમના સ્મરણોને યાદ કરતા જણાવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ નિમિતે આગામી એક વર્ષ દરમિયાન ડિજિટલ નાણ વ્યવહાર કરવા સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી સંસ્કાર અભ્યુદય શિબિરમાં ભાગ લઈ રહેલા યુવાનોને પ્રેરણા આપી હતી.
વધુમા વર્ચ્યુઅલ સંબોધનમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પર્વે દેશ સેવાના સંકલ્પો લેવા અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે યુવાનો તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં ઓછામાં ઓછાં ૭૫ કલાક દેશની સેવા માટે ફાળવવાનો નિર્ધાર કરે. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું, પાણી અને વીજળી બચાવવા, લોકોને જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેતા કરવા, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ ઊભું કરવું, આ બધાં નાના નાના કામોએ પણ ખૂબ મોટી દેશ સેવા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણા સંતો અને શાસ્ત્રોએ આપણને શિખવ્યું છે કે, સમાજની પ્રત્યેક પેઢીના ચારિત્ર નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે.
વડોદરા ખાતે યોજાયેલી આ સંસ્કાર અભ્યુદય શિબિર એ યુવાઓના અભ્યુદયની સાથે સમાજના અભ્યુદયનું પણ પવિત્ર અભિયાન છે. આ પ્રયાસ છે, આપણી પહેચાન અને ગૌરવના અભ્યુદયનો, આપણા રાષ્ટ્રના અભ્યુદયનો છે. આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રર્ંહયું છે તેવા સમયે આ અભ્યુદય યુવા શિબીરનું આયોજન કરાયું છે, તેમ જણાવી વડાપ્રધાને જણાવ્યું કે, ભાજપે મને વડોદરા અને કાશીની ટિકિટ આપી હતી. આ બંને નગરીઓએ મને પ્રધાનમંત્રી પદનું ગૌરવ આપ્યું છે.વડોદરા સાથેના સંબંધોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, મેં ઘણો સમય વડોદરામાં વિતાવ્યો છે. મને લાગે છે કે હું વડોદરાની આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં રૂબરૂ ઉપસ્થિત રહી શક્યો હોત તો વધુ સારું થાત.
આ સ્વામિનારાયણ સંસ્થાનું ચરિત્ર નિર્માણનું વિશાળ અનુષ્ઠાન છે. ભગવાન સ્વામીનારાયણે સ્વ પ્રગતિને સર્વેની પ્રગતિનો આધાર બનાવવાનો ઉત્તમ સંદેશ આપ્યો છે, શુદ્ધ બુદ્ધિ અને ઉત્તમ સંસ્કારો સૌનું ઘડતર કરે છે.તેમણે સ્વ.કેશુભાઈ ઠક્કર, જમનાદાસ, કે.કે.શાહ, નલીનભાઇ ભટ્ટ, મકરંદ દેસાઈ, રમેશભાઈ ગુપ્તા સહિતના વડોદરાના સાથીઓને ખૂબ ભાવપૂર્વક યાદ કર્યા હતા. અને સંસ્કારી નગરીના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસની પ્રસંશા કરી હતી. આ કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવભ ભટ્ટ, રાજ્યના મંત્રી વિનોદ મોરડીયા, મેયર કેયુર રોકડીયા, શહેર ભાજપા અધ્યક્ષ ડો.વિજય શાહ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, સૌરભ પટેલ,યોગેશ પટેલ, કેતન ઈનામદાર,શૈલેષ મેહતા,અક્ષય પટેલ, ધારાસભ્ય સીમાબેન મોહીલે તેમજ હરીભક્તો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ સંતો,મહંતો અને ગુરુજનોને સાથે રાખી દેશને પ્રગતિના પંથે લઇ જઇ રહ્યાં છે
ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે સંતોનું સાનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત આપે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સંતો મહંતોથી ટકી રહી છે.તેમનું સાનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સંતો, મહંતો અને ગુરુજનોને સાથે રાખીને દેશને પ્રગતિના પંથે લઇ જઇ રહ્યાં છે. તેમણે લોક અપેક્ષાઓને સાકાર કરતા રામ મંદિરના નિર્માણ અને કાશી તથા કાશી વિશ્વનાથ મંદિરની કાયાપલટ જેવા તેમના કાર્યોની વિગતવાર ભૂમિકા આપી હતી.તેમણે ગુરુજનો ને વંદન કરતાં જણાવ્યું કે સંતો,મહંતો યુવાનોને દેશ માટે સમર્પણ કરવાની પ્રેરણા આપે છે.રાજ્ય સત્તા ધર્મ સત્તા સાથે સુમેળ જાળવે એ અનિવાર્ય છે.