દાહોદ: દેવગઢ બારીઆની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકેની ફરજો મા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સામાજીક સંસ્કારો ના મૂલ્યો નું સિંચન કરતા આ શિક્ષકે પોતાની પત્ની અને અભ્યાસ કરતી બે માસુમ પૂત્રીઓ ને શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારી ને પહેરેલા કપડે ઘર બહાર કાઢી મૂકવાના આ અત્યાચારી બનાવના પગલે બે પુત્રીઓના શાળા છોડયાના પ્રમાણપત્ર અને રિઝલ્ટ ઓરીજનલ દસ્તાવેજી પુરાવાઓ આપવાની માસૂમ પુત્રીઓ ની વારંવાર ની કાકલૂદીઓ સામે શિક્ષક પિતાની દે.બારિયામાં ફરકયા છો તો જાન થી મારી નાખવાની ધમકીઓ ના ડરથી છેલ્લા બે વર્ષથી શિક્ષણથી વંચિત રહેલ આ બંન્ને માસૂમ દીકરીઓ એ દાહોદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ ને લેખિતમાં આપેલ રજૂઆત મા શિક્ષક પિતા સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે રજૂઆત કરતાં સમગ્ર દાહોદ જિલ્લા મા શૈક્ષણિક આલમ તથા વિદ્યાર્થી જગતમાં આ બે પુત્રીઓની વેદનાઓ સાંભળ્યા બાદ હાહાકાર પ્રસરી જવા પામ્યો છે.!!
એસ.આર.હાઈસ્કૂલ માં ફિઝિકલ ડાયરેક્ટર તરીકે શિક્ષકની ફરજ બજાવનાર આરબ મૌહમદ નિશારે પોતાની પગે અપંગ થઈ ગયેલ પત્ની અને બે માસૂમ પુત્રીઓને ઘરેલુ ઝગડાઓમા શારીરિક અને માનસિક ભયંકર અત્યાચાર સાથે અંદાજે ત્રણ વર્ષો પૂર્વે પહેલા ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકતા નિ: સહાય બનેલ માતા પોતાની દીકરીઓ સાથે વડોદરા વાસણા રોડ વિસ્તારમાં રહેતા માતા પિતાના ઘરે આશરો લીધો હતો.!! શિક્ષક પિતાના આક્રોશ ના ભોગમાં નિ: સહાય સહાય વેદનાઓનો શિકાર બનેલા આ બે માસૂમ બહેનો કાયનાત અને સીદરાહ શાળા માં અભ્યાસ કરવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર અને રીઝલ્ટ વિ.ના ઓરિજિનલ દસ્તાવેજો લેવા માટે જ્યારે પણ શાળામાં જઇને માંગણી કરી ત્યારે શિક્ષક પિતા આરબ મૌહંમદ નિશાર ની થાય એ તોડી લેજો ની જાનથી મારી નાખવાની સતત ધમકીઓ માં છેલ્લા એક વર્ષથી શિક્ષણથી વંચિત રહેનાર આ બંને બહેનો આજરોજ દાહોદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સમક્ષ ની વેદના વ્યક્ત કરીને શિક્ષક પિતા આરબ મૌહંમદ નિશાર સામે શિક્ષાત્મક કાર્યવાહી ની માંગ કરી હતી !