હથોડા: થોડા દિવસો પહેલાં પીપોદરા (Pipodra) જીઆઇડીસી (GIDC) ખાતે ચપ્પલ (Footwere) ખરીદી મામલે ચપ્પલના દુકાનદારને (Shopkeeper) કેટલાક ભરવાડોએ માર મારતાં મામલો બિચક્યો હતો. મામલાને શાંત પાડવાના હેતુથી આહીર સમાજના આગેવાને મીડિયામાં (Media) શાંતિનો ભંગ ન થાય અને શાંતિ જળવાઈ રહે એ હેતુથી ઇન્ટરવ્યુ (Interview) આપ્યું હતું. જેની અદાવત રાખીને ઈન્ટરવ્યુ આપનાર રાજુ આહીરના વિરુદ્ધમાં ફેસબુકના (Facebook) માધ્યમ પર ખોટી અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં અને એ ઘટના સામે આવતાં ખોટી ટિપ્પણી કરનારને ફોન દ્વારા કહેવા જતાં ઓફિસે (Office) ધસી જઇ ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી ઢીકામુક્કીનો મારમારી મારી પતાવી દેવાની ધમકી આપતાં કોસંબા પોલીસમથકમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાઈ હતી.
- લાલા ભરવાડ નામના ઈસમે ફેસબુક પર રાજુ આહીર વિરુદ્ધ ખોટી અને અભદ્ર ટિપ્પણી કરતાં ધમકી આપી
- પોલીસની ગાડી આવી જતાં ઈસમો ભાગી છૂટ્યા
પીપોદરા જીઆઇડીસી ખાતે ગત તા.17.5.2022ના રોજ મારવાડીની દુકાનેથી અડ્ડા કંપનીની ચપ્પલ ખરીદી બાબતે કેટલાક ભરવાડોએ ધમાલ મચાવી ભય ફેલાવતાં મામલો બિચક્યો હતો. આ મામલાને શાંત કરવાના હેતુથી વિસ્તારના આહીર સમાજના આગેવાન રાજુ આહીરે મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેની અદાવત રાખીને લાલા ભરવાડ નામના ઈસમે ફેસબુક પર રાજુ આહીર વિરુદ્ધ ખોટી અને અભદ્ર ટિપ્પણી કરતાં જે બાબતે ફોન દ્વારા કહેતાં ઉશ્કેરાયેલા લાલા ભરવાડે ફોન પર ધમકી આપી હતી કે, હું તારી દુકાને આવું છું અને લાલો ભરવાડ કોણ છે? એ આજે તમને બતાવું છું. ત્યારબાદ બે-ત્રણ ગાડીઓ લઈ લાલો ભરવાડ કેટલાક યુવાનોને લઈને જીતુ રાજુ આહીરની પીપોદરા જીઆઇડીસી ખાતે આવેલ ઓફિસે આવી નાલાયક ગાળો આપીને જીતુ રઘુ આહીરને ઢીકામુક્કીનો માર મારવા લાગતાં દોડી આવેલા લોકોએ છોડાવ્યો હતો. ત્યારે લાલા ભરવાડ ધમકી આપેલી કે તને અને તારા કુટુંબના સભ્યોને જાનથી મારી નાંખીશ અને રોડ એક્સિડન્ટમાં ખપાવી દઈશ અને લોકોને ખ્યાલ પણ નહીં આવશે કે એક્સિડન્ટ છે કે મર્ડર છે. અને વધારે ધમકી આપીને જણાવ્યું હતું કે, પીપોદરા ખાતે કઈ રીતે ધંધો કરે છે એ હું જોઈ લઈશ. તેજ સમયે પોલીસની ગાડી આવી જતાં તેઓ ભાગી છૂટ્યા હતા. કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.