પારડી: કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી (Ambhati) ગામે વણઝર ફળિયામાં શનિવારે (Saturday) પુત્રીના લગ્નમાં (Marriage) ગ્રહશાંતક વિધિમાં બેઠેલા ભત્રીજા પર કાકાએ (Uncle) અચાનક કુહાડી વડે હુમલો (Attack) કરતા ગંભીર રીતે ઘાયલ કન્યાના પિતાને પારડી હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ સાંજે કાકાને પસ્તાવો થતાં વાડીમાં જઈ પોતે ફાંસો ખાઈ આપઘાત (Suiside) કરી લેતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. શુભ લગ્ન પ્રસંગ અચાનક પરિવાર (Family) વચ્ચે અગાઉના ઝઘડાને લઇ નાસભાગ મચી ગઈ હતી.
- લોહીલુહાણ હાલતમાં કન્યાના પિતાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, હુમલો કરનાર કાકાનું મોત
- જાનના આવવા સમયે જ કન્યાના પરિવારમાં જૂના ઝઘડાની અદાવતમાં થયેલા હુમલાથી નાસભાગ મચી ગઈ
અંભેટી ગામે સાદરવેરી વણઝાર ફળિયામાં રહેતા નવીનભાઈ ફુલજીભાઈ પટેલની પુત્રી અંજલીના લગ્ન પ્રસંગે ગ્રહશાંતકની વિધિ હતી. જેમાં નવીનભાઈ પટેલ બેઠા હતા. જે દરમ્યાન લગ્ન પ્રસંગમાં અંભેટી ગામના વરરાજાની જાન આવવાની તૈયારી હતી. તે દરમ્યાન શાંતકમાં બેસેલા નવીન પટેલના કાકા પરાગ મછુભાઈ પટેલે અગાઉની જૂની ઝઘડાની અદાવતમાં આવેશમાં આવી જઈ સંતાડીને લાવેલી કુહાડીથી ભત્રીજા પર કુહાડી વડે ઉપર છાપરી માથામાં હુમલો કરતા નવીનભાઈ પટેલ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક ખાનગી વાહનમાં પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેનેજર કમલેશ દેસાઈએ ઘટના અંગે નાનાપોંઢા અને પારડી પોલીસ મથકે જાણ કરી હતી. કાકા પરાગ પટેલે આવેશમાં આવી ભત્રીજા પર કુહાડીથી હુમલો કર્યા બાદ પસ્તાવો થતા પોતે વાડીમાં જઈ ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આખરે લગ્ન પ્રસંગ રદ કરાયો, જ્યા કલાકો પહેલા લગ્ન ગીત ગવાતા હતા, ત્યાં સન્નાટો છવાયો
વલસાડ: કપરાડા તાલુકાના અંભેટી ગામ ખાતે લગ્નની જાન આવે તે અગાઉ ગ્રહશાંતની વિધિ ચાલી રહી હતી. જ્યાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ગૌરમહારાજ ધાર્મિક વિધિ કરાવી રહ્યા હતા. બરાબર તેજ સમયે કુહાડી સાથે અચાનક ધસી આવેલા કાકાએ કન્યાના પિતા ભત્રીજા ઉપર પ્રથમ મરચાની ભૂકી નાખી અને ત્યાર બાદ હુમલો કરતા ભત્રીજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે પારડી હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ત્યાર બાદ ભત્રીજા ઉપર હુમલો કરનાર કાકાએ વાડીમાં જઈ વૃક્ષ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેના પગલે પરિવારમાં અફરા તફરી મચી ગઇ હતી. જોકે દુઃખદ ઘટનાને પગલે લગન પ્રસંગ રદ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કલાકો પહેલા લગ્ન ગીત ગવાતા હતા, એ લગ્ન મંડપમાં સન્નાટો છવાઈ ગયો હતો.