જમ્મુ: જમ્મુમાં (Jammu) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કટરાથી જમ્મુ આવી રહેલી બસમાં (Bus) શંકાસ્પદ સંજોગોમાં આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં આશરે 4 મુસાફરોના મોત (Daeth) થયા અને લગભગ 22 લોકો દાઝી ગયા હતા. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી.
- માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં આગ લાગી
- 4 મુસાફરોના મોત અને લગભગ 22 લોકો દાઝી ગયા
- ઘાયલોને આર્થિક અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે: મંત્રી જિતેન્દ્ર સિંહ
મળતી માહિતી મુજબ કટરાથી આવી રહેલી માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં શુક્રવારે આગ લાગી હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. આ ઘટના કટરાથી લગભગ 3 કિલોમીટર દૂર નોમાઈ પાસે બની હતી. આ અકસ્માતમાં ચાર પ્રવાસીઓના મોત થયા હતા અને 22 લોકો દાઝી ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ દરમિયાન ફાયરની ટીમે બસની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
એન્જિનમાં આગ લાગતા અકસ્માત
એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ ટ્વીટ
આ બાબતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને માહિતી આપી કે કટરામાં બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ તેમણે રિયાસીના ડેપ્યુટી કમિશનર બબીલા રખવાલ સાથે વાત કરી. અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું છે કે ઘાયલોને આર્થિક સાથે શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.