SURAT

સુરતના જહાંગીરપુરામાં દુકાનમાં સામાન મુકવા બાબતે માલિક સાથે ઝઘડો થતાં પોલીસ બોલાવી અને પછી તો…

સુરત : જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ક્લબ એમ્પાયરમાં ભાડાની દુકાનમાં (Shop) હોટલનો (Hotel) સામાન મુકવા બાબતે દુકાન માલિક (Shop Owner) સાથે ઝઘડો થયો હતો. તેમણે પોલીસ (Police) બોલાવતા ઝઘડો કરનારે પોલીસ કર્મીને જ ગાળો ભાંડી વિડીયો (Video) ઉતારવા લાગતા જહાંગીરપુરામાં બે ની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધવલકુમાર દેવજીભાઇ સોનગરા ગઈકાલે નોકરી ઉપર હાજર હતા. ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે ક્લબ એમ્પાયર, ગ્રાઉન્ડ ફ્લોર દુકાનમાં ઝઘડો થયો છે. જેના આધારે ધવલકુમાર પીસીઆર વાન લઈને સ્થળ પર પહોંચી ગયા હતા.

ધવલકુમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર ભરતભાઈ વિરાણીને બોલાવી ઝઘડાનું કારણ પુછ્યું હતું. કેતનભાઈ ભરતભાઈની દુકાનમાં પોતાની હોટલનો સામાન રાખી ઝઘડો કરતા હતા. જેથી ભરતભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યારે ભરતભાઈ સાથે ઝઘડો કરી રહેલા કેતન પટેલે પોલીસકર્મી ધવલકુમારને ‘તું કોણ મને કહેવા વાળો, મારી દુકાને કેમ આવ્યો છે’ ? તેવું કહી ગાળાગાળી કરી હતી. અને મોબાઈલથી વિડીયો શુટીંગ કરવા લાગ્યો હતો. જેથી ધવલકુમારે મોબાઈલ લઈ લેતા કેતન અને તેની સાથેના અંકુર નામના વ્યક્તિએ ઝપાઝપી કરી જમણા હાથે નખથી ઈજાઓ કરી હતી. જેથી ધવલકુમારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેતનભાઇ હસમુખભાઇ પટેલ તથા અંકુર જનકભાઇ પટેલ ની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.

બેલ્જીયમ ટાવરમાંથી 3 લાખનો ઇલેક્ટ્રોનિક્સ સામાન ચોરનાર આરોપી 25 વર્ષે ઝડપાયો
સુરત : બેલ્જીયમ ટાવરમાંથી 3 લાખની ઇલેક્ટ્રોનિક્સ સામાનની ચોરી કરનાર આરોપી પચ્ચીસ વર્ષ પછી ઝડપાયો છે. રાજસ્થાનના પાલી ખાતેથી આરોપી ઝડપાયો હોવાની વિગત જાણવા મળી છે. વર્ષ 1997માં ચોરી કરીને આરોપી ભાગી ગયો હતો. સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં વોન્ટેડ આરોપીને કાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શન ખાતેથી આરોપી મુન્નાલાલ ઉર્ફે ભલારામ ઉર્ફે ભવરલાને ઝડપવામાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પઢિયારને સફળતા મળી છે. આરોપી આકૃતિ ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાનમાં રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી ટીવી, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રિક ગેમ, ઇમરજન્સી લાઇટ વગેરે ઇલેક્ટ્રિક્સ સામાન ચોરી કરી નાસી ગયો હતો. આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીને મારવાડ જંક્શનના જોધપુર ખાતેથી ઝડપવામાં આવ્યો હતો.

Most Popular

To Top