ભીલવાડા: રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur) બાદ હવે ભીલવાડા(Bhilwara)માં તણાવની સ્થિતિ ઉભી થઇ છે. જેમાં બુધવારે રાત્રે એક સમુદાય(community)ના બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાઇક(Bike)ને પણ આગ(Fire) ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનાથી નારાજ લોકો ભીલવાડાના સાંગાનેર વિસ્તારમાં આરોપીઓની ધરપકડની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.
આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને યુવકોની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હુમલો કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. જો કે સાવધાનીના ભાગરૂપે સાંગાનેર વિસ્તારમાં 33 પોલીસ સ્ટેશનમાંથી 150થી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
કલેક્ટર મોદીએ શાંતિ જાળવવાની અપીલ
ભીલવાડાના કલેક્ટર આશિષ મોદીએ જણાવ્યું કે અમે આ વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહ્યા છે. જેથી આરોપીઓને શોધી શકાય. હુમલામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બીજાને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપો અને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખો. પરિસ્થિતિને ધ્યાણમાં રાખીને ભીલવાડામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
રમખાણો RSSઅને ભાજપનો એજન્ડાઃ સીએમ ગેહલોત
બીજી તરફ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત રમખાણો ભડકાવવાના ષડયંત્રમાં ભાજપ અને RSSપોતાનો એજન્ડા સેટ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. કરૌલી, જોધપુર અને રામગઢમાં અમે સમયસર કાર્યવાહી કરી, તેથી નાની-નાની ઘટનાઓ બની. અમે આરોપીની ધરપકડ કરી છે. કોઈને છોડશે નહીં. રાજ્યમાં હિંસા નહી થવા દઈએ.
અગાઉ જોધપુરમાં થઇ હતી હિંસા
ઉલ્લેખનીય છે કે જોધપુરમાં ઈદ પહેલા હિંસા થઈ હતી અગાઉ રાજસ્થાનના જોધપુરમાં ઈદના એક દિવસ પહેલા હિંસા થઈ હતી. શહેરમાં 6 મે સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. જોધપુરમાં જાલોરી ગેટ ચારરસ્તાના બાલમુકંદ બિસા સર્કલ પર ભગવો ધ્વજ હટાવવાને લઈને બે સમુદાયના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી ભારે પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસાના સંબંધમાં 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે.