નવી દિલ્હીઃ (New Delhi) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી અને ફરી કમાન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni CSK Captain)ને આપી. ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવનાર માહીએ આ સિઝનની શરૂઆતમાં જ કેપ્ટન્સી છોડીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી દ્વારા જાડેજાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે દબાણને સંભાળી શક્યો ન હતો. માનવામાં આવી રહ્યું છે કે તેણે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું ભર્યું છે.
2022 માં સતત ખરાબ પ્રદર્શન બાદ સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ સીઝનની વચ્ચે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. તેને 8 મેચમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સતત હાર બાદ રવિન્દ્ર જાડેજા ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશિપ સોંપી દીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સે શનિવારે આ જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજા પોતાની રમત પર ધ્યાન આપવા માંગે છે. જણાવી દઈએ કે ચેન્નઈ સુપર કિંગ્સે આ સિઝનની 8 મેચમાંથી 6 મેચમાં હારનો સામનો કર્યો છે. જેના પરિણામે 4 વખત IPLની ટ્રોફી જીતનારી ચેન્નઈની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર આવી ગઈ છે.
રવીન્દ્ર જાડેજાએ રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે, તેણે મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી સુકાનીપદ સંભાળવા વિનંતી કરી છે. ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને માહીએ પણ તે સ્વીકાર્યું છે. હવે ધોની સિઝનમાં કેપ્ટન તરીકે પહેલીવાર રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ઉતરશે.
જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બીજા સૌથી સફળ કેપ્ટન છે, જેણે 2010, 2011, 2018 અને 2021માં ચેન્નાઈ માટે ચાર વખત ખિતાબ જીત્યો હતો. તેની જીતની ટકાવારી પણ આશ્ચર્યજનક છે. ધોનીના નેતૃત્વમાં યલો આર્મીએ 121 મેચ જીતી છે. બીજી તરફ IPLની વર્તમાન સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુ સારી નથી. ટીમ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. સળંગ પ્રથમ ચાર મેચ હાર્યા બાદ ટીમ હવે 8 મેચમાંથી માત્ર બે જ જીતવામાં સફળ રહી છે.