ગુવાહાટી: આસામની એક અદાલતે (Assam Court) મહિલા કોન્સ્ટેબલ પરના કથિત હુમલાના “નિર્મિત કેસ” માં ગુજરાતના ધારાસભ્ય (Gujarat’s MLA) જીગ્નેશ મેવાણીને ફસાવવાનો પ્રયાસ કરવા બદલ રાજ્ય પોલીસની (Police) આકરી ટીકા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર ટ્વિટ કર્યાના કેસમાં આસામની અન્ય અદાલત દ્વારા મેવાણીને જામીન આપ્યા પછી તરત જ 25 એપ્રિલના રોજ કથિત હુમલાના સંબંધમાં આસામ પોલીસ દ્વારા જિગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આસામની બારપેટાની કોર્ટે 29 એપ્રિલ શુક્રવારે જીગ્નેશ મેવાણીને જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી.
આસામની બારપેટા સેશન્સ કોર્ટે આસામ પોલીસ પર મેવાણીની બીજીવાર ધરપકડના મુદ્દે સવાલો કર્યા હતા. કોર્ટે આસામ પોલીસ પર સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસે ધારાસભ્યને જાણીજોઈને ફસાવ્યા. આ પ્રકારની પોલીસની મનમાની અકટશે નહિ તો, આસામ રાજ્ય એક પોલીસ સ્ટેટ બની જશે.
શું છે સમગ્ર મામલો?
જીગ્નેશ મેવાણીને સોમવારે કોકરાઝાર કોર્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ જામીન મળ્યા હતા. થોડા સમય પછી, અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મહિલા પોલીસકર્મી સાથેના દુષ્કર્મના કેસમાં પોલીસે જીગ્નેશની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ જિજ્ઞેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અને ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ પરના કથિત હુમલા પર તેમની ધરપકડ પાછળ ભાજપનો હાથ હતો, જેને કોર્ટે હવે “નિર્મિત કેસ” તરીકે ગણાવ્યો છે. તેમણે કહ્યું કે શાસક ભાજપે મહિલાનો ઉપયોગ કરીને તેમની સામે કેસ નોંધીને કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. તેમણે વધુમાં એમ પણ કહ્યુ હતુ કે હું ઝૂકીશ નહીં.
મહિલા કોન્સ્ટેબલે મેજિસ્ટ્રેટને કહાની સંભળાવી
સેશન્સ કોર્ટના જજ જસ્ટિસ અપરેશ ચક્રવર્તીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, મહેનતથી કમાયેલા લોકતંત્રને પોલીસ રાજ્યમાં રૂપાંતરિત કરવું અકલ્પનીય છે. એફઆઈઆરની વિરુદ્ધ જસ્ટિસ અપરેશ ચક્રવર્તીએ કહ્યું કે એફઆઈઆરની વિરુદ્ધ, મહિલા કોન્સ્ટેબલે મેજિસ્ટ્રેટને જે કહાની સંભળાવી તે પરથી અનુમાન છે કે આરોપી જિજ્ઞેશ મેવાણીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાના ઈરાદાથી તાત્કાલિક કેસ કરવામાં આવ્યો છે. આ કોર્ટની પ્રક્રિયા અને કાયદાનો દુરુપયોગ છે.