રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે પ્રસિદ્ધ થયેલી સફેદ ટોપી આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ઓઝલ થઇ રહી છે . જેને બદલે હવે ખાદીમાંથી બનાવેલી ભા.જ.પ.ના સિમ્બોલવાળી કેસરી રંગની મોદી ટોપીનું ચલણ વધી રહ્યું છે. પ્રારંભિક તબક્કે ખાદી એમ્પોરિયમના બહેનો દ્વારા ૨૦૦ ટોપી તૈયાર કરાવાઇ છે. શહેરના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી તૈયાર કરાવાયેલી મોદી ટોપી રૂ .૬૫ ના ભાવે વેચવાનું શરૂ કરાયું છે.
થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સિમ્બોલવાળી પોલિએસ્ટરની કેસરી ટોપી પહેરી હતી.જેમાંથી પ્રેરણા લઈ હાથવણાટનું કામ કરતી બહેનોને સિધી રોજગારી મળે એવા ભા.જ.પ.ના હો સાર 500 મોદી ટોપી તૈયાર કરાવાઇ છે. ખાદી એમ્પોરિયમના પ્રતાપસિંહ ઓમકારનાથ ચૌહાણ અને તિવારીએ ઉલ્લેખ્યું હતું કે દેશમાં સર્વપ્રથમ વખત વડોદરામાં કેસરી રંગની ખાદીમાંથી ખાસ પ્રકારની મોદી ટોપી તૈયાર કરાવાઇ છે. મોદી મેજિક જરી હોઇ આબાલ- વૃધ્ધો અને મહિલાઓ પણ કેસરી રંગની ખાદીની ટોપીની ધૂમ ખરીદી કરશે. જ્યારે મહેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉલ્લેખ્યું હતું કે વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બોલબાલા છે. જેને કારણે મોદી ટોપી વિદેશોમાં પણ મોટાપાયે નિકાસ થશે જે સાથે હાથવણાટના સ્થાનિક કારીગરોની આર્થિક સ્થિતી વધુ બળવત્તર થશે .