નવી દિલ્હી: દિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. દિલ્હીના સત્ય નિકેતનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક ઈમારત પડી ગઈ હતી. આ ઈમારત ત્રણ માળની હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઈમારત પડી ત્યારે સ્થળ પર પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા. જેઓ દટાઈ ગયા છે
- દિલ્હીના સત્ય નિકેતનમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી
- 5 મજૂરો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલી રહી છે
- અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે મકાન તૂટી પડ્યું ત્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હતું
ફાયર વિભાગે જણાવ્યું કે જે ઈમારત તૂટી પડી છે તે ત્રણ માળની છે અને તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. બચાવ કાર્ય માટે ટીમો સ્થળ પર હાજર છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે ફાયર ટેન્ડરોની 6 ગાડીઓ પણ સ્થળ પર હાજર છે. કાટમાળ નીચે પાંચ મજૂરો ફસાયા છે. પોલીસે જણાવ્યું કે તેમની ટીમ પણ સ્થળ પર છે અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે.
બિલ્ડિંગ ડેન્જર ઝોનમાં,અમે લગાવી હતી નોટીસ: મેયર
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) મેયરે જણાવ્યું હતું કે, “તે કોઈનું ઘર હતું જે તેનું સમારકામ કરાવવા માંગતા હતા. અમે 31 માર્ચે નોટિસ લગાવી હતી કે બિલ્ડિંગ ડેન્જર ઝોનમાં છે. અમે 14 એપ્રિલના રોજ પોલીસ અને SDMને પણ જાણ કરી હતી. મારી જાણકારી મુજબ, 2-3 લોકો અંદર ફસાયેલા છે.”
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના મામલે ટ્વિટર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ કહ્યું આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. હું આ ઘટના સાથે સંબંધિત દરેક માહિતી પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું