નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દરરોજ તે પ્રેરણાદાયી અને ક્યારેક રસપ્રદ પોસ્ટ કરતા રહે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને (Elon Musk) ટેગ કરીને એક રમુજી ટ્વિટ (Tweet) કર્યું છે. આ ટ્વિટ જોઈને તમને જૂના દિવસોની યાદ આવી જશે. આ ટ્વિટમાં ટેસ્લા વાહન વિશે વાત કરવામાં આવી છે જેને કદાચ ઇલોન મસ્કે પણ નહીં જોઈ હોય. આખરે શું છે ખાસ આ ફોટામાં…
આનંદ મહિન્દ્રાએ બળદગાડાની એક પેઇન્ટિંગની તસવીર ટ્વિટ કરી છે જેમાં મસ્કને ટેગ કર્યા છે. આ તસવીરની નીચે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખતા કહે છે કે તે પેઇન્ટિંગમાં દેખાતું બળદ ગાડું અસલ ટેસ્લા વાહન કહ્યું છે. જેને કોઈ જગ્યા પર જવા માટે કોઈ ગૂગલ નકશાની કે કોઈ બળતણ ખરીદવાની જરૂર પડતી નથી. ઉપરાંત તે કોઈ પ્રદૂષણ ફેલાવતું નથી અને સંપૂર્ણપણે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર છે. જે ફક્ત ઘરે જવા અથવા ઑફિસ આવવા માટે સેટ કરી દો. પછી આરામ કરો, નિદ્રાની જપકી લો અને તમે તમારી મંઝિલ પર પહોંચી જશો. આની સાથે મસ્કને ટેગ કરીને લખ્યું છે, ‘બેક ટુ ધ ફ્યુચર’.
ઈલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદવાની ઓફર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. જ્યારથી ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની ટ્વિટરમાં એન્ટ્રી થઈ છે ત્યારથી કોઈના કોઈ પ્રકારના નવા સમાચાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આનંદ મહિન્દ્રાના આ ટ્વીટની ખાસ વાત એ છે કે તેમણે તેમાં ઈલોન મસ્કને ટેગ કર્યા છે. આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટને લગભગ એક કલાકમાં 80 હજારથી વધુ લાઈક્સ મળી છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વિટ જોઈને લોકો જવાબમાં એક પછી એક ટ્વિટ કરવા લાગ્યા.
એક યુઝરે આ ટ્વિટને રિપોસ્ટ કરીને લખ્યું છે કે સેલ્ફ ડ્રાઇવિંગ પશ્ચિમી દુનિયા માટે કદાચ નવા યુગની વાત હશે. પરંતુ આપણે ભારતીયો સદીઓથી તેના વિશે જાણીએ છીએ કે જેને પ્રવાસની શરૂઆત અને અંતના સ્થાનો નક્કી કરીને કરવામાં આવે છે. ત્યાં જ એક અન્ય યુઝરે પણ બળદ ગાડાનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. જેમાં આ કાર એટલે કે બળદ ગાડું કોઈ પણ ડ્રાઈવર વગર ઓટોમેટિક ચાલી રહ્યું છે અને તેની પાછળ માત્ર ઘાસચારો ભરેલો છે.